જેને લઇને જૈને બીસીસીઆઇને એક પત્ર લખ્યો છે. તેમણે કહ્યું કે તાજેતરના મામલામાં ગાંગુલીને જે નોટિસ આપવામાં આવી હતી જેમાં લખ્યુ હતું કે, જો એથિક્સ અધિકારીને લાગે છે કે સીએસીમાં તેમનું રહેવું હિતોનો ટકરાવનો મામલો છે જે નિયમ 38માં છે. એવામાં આ ફરિયાદોને લઇને તેમના જવાબને તત્કાળ પ્રભાવથી તેમના રાજીનામા તરીકે માની લેવામાં આવશે. તે સિવાય આઇપીએલ ફ્રેન્ચાઇઝી સાથેનો તેમનો કરાર તરત ખત્મ થઇ જશે.
તેમણે કહ્યું કે, એ સ્પષ્ટ છે કે કાયદાનું જ્ઞાન ન હોવું બહાનું હોઇ શકે નહીં. ગાંગુલીને 38(2)ના નિયમ હેઠળ જરૂરી જાણકારી આપવાની હતી પરંતુ એ વાતને ધ્યાનમાં રાખતા નિયમ ઓગસ્ટ 2018થી અસ્તિત્વમાં આવ્યો. હું ગાંગુલીને શંકાનો લાભ આપી રહ્યો છું કદાચ તેમને આ પદ સ્વીકાર કરતા ખ્યાલ ના હોય કે અહી હિતોનો ટકરાવ થશે.
વાસ્તવમાં ગાંગુલી પર કૈબ અધ્યક્ષ, સીએસી સભ્ય અને દિલ્હી કેપિટલ્સના સલાહકાર તરીકે ત્રણ ભૂમિકા નિભાવવા માટે હિતોના ટકરાવનો આરોપ લાગ્યો હતો. નિયમ અનુસાર કોઇ પણ વ્યક્તિ બીસીસીઆઇમાં એકથી વધુ પદ પર રહી શકે નહીં. જોકે. બાદમાં ગાંગુલીએ સીએસીમાંથી અલગ થઇ ગયા હતા.