યુરો કપ 2024માં ગ્રુપ ડીની અંતિમ મેચમાં ઓસ્ટ્રિયાએ નેધરલેન્ડને 3-2થી હાર આપી હતી. આ જીત સાથે ઓસ્ટ્રિયા નોકઆઉટ સ્ટેજમાં પહોંચ્યું હતું. એટલું જ નહી જીત સાથે ઓસ્ટ્રિયા ગ્રુપ-ડીમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું હતું. બીજી તરફ ફ્રાન્સ અને પોલેન્ડ વચ્ચેની મેચ 1-1થી ડ્રો રહી હતી. જેનાથી ફ્રાન્સ ગ્રુપમાં ટોચનું સ્થાન હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યું હતું.






નેધરલેન્ડ તરફથી મેમ્ફિસ ડેપે અને કોડી ગૈકપોએ ગોલ કર્યા હતા જ્યારે ઓસ્ટ્રિયા તરફ  રોમાનો શ્મિડ અને માર્સલ સબિત્ઝરે ગોલ કર્યા હતા. નેધરલેન્ડ્સના ખેલાડી ડોનિયલ માલેને આત્મઘાતી ગોલ કર્યો હતો.  માર્સલ સબિત્ઝરે 80મી મિનિટે કરેલો ગોલ વિજેતા સાબિત થયો હતો. 34 વર્ષમાં પ્રથમ વખત ઓસ્ટ્રિયાએ નેધરલેન્ડને હાર આપી હતી.


મેચની છઠ્ઠી મિનિટે નેધરલેન્ડ્સના ફોરવર્ડ ખેલાડી ડોનિયમ માલેને આત્મઘાતી ગોલ કરતા ઓસ્ટ્રિયાને 1-0ની લીડ મળી હતી. મેચની 47મી મિનિટે નેધરલેન્ડ તરફથી કોડી ગેપકોએ ગોલ કરી સ્કોર 1-1થી બરોબરી કર્યો હતો. બાદમાં ઓસ્ટ્રિયાના રોમાનો શ્મિડે 59મી મિનિટે ગોલ કરી ઓસ્ટ્રિયાને આગળ કરી દીધું હતું.


નેધરલેન્ડના ફૂટબોલર મેમ્ફિસ ડેપેએ 75મા મિનિટમાં શાનદાર ફિનિશ સાથે સ્કોર 2-2થી કર્યો હતો. બાદમાં મેચમાં 80મી મિનિટે સબિત્ઝરે શાનદાર બોલ કરીને ઓસ્ટ્રિયાને લીડ અપાવી હતી. આ ગોલ ઓસ્ટ્રિયા માટે વિજયી ગોલ સાબિત થયો હતો.


પોલેન્ડે પણ ગ્રુપમાં ટોપ પર રહેતા રાઉન્ડ ઓફ 16માં પોતાનું સ્થાન સુરક્ષિત રાખ્યું છે. જ્યારે ફ્રાન્સ પણ બીજા સ્થાન પર રહેલા નોકઆઉટ તબક્કામાં પહોંચ્યું છે. નેધરલેન્ડ્સ નોકઆઉટની રેસમાંથી બહાર નથી કારમ કે ચાર સર્વશ્રેષ્ઠ ત્રીજું સ્થાન ધરાવતી ટીમોમાંથી ગ્રુપ તબક્કામાં અંતમાં ટોચની બે ટીમો સાથે ક્વોલિફાય કરશે. કોમેનની ટીમ ચાર સર્વશ્રેષ્ઠ ટોચની ત્રણ ટીમોમાંની એક છે જેના કારણે આગળ વધવાની સ્થિતિમાં છે.


ઓસ્ટ્રિયાએ યુરો 2024માં પોતાના અભિયાનની શરૂઆત ફ્રાન્સ સામે 1-0થી હાર સાથે કરી હતી. પરંતુ નેધરલેન્ડ પર ચોંકાવનારી જીત હાંસલ કરતા અગાઉ પોલેન્ડને 3-1થી હરાવ્યું હતું.


બીજી તરફ ફ્રાન્સ માટે ચિંતાની વાત એ છે કે તે ગ્રુપ સ્ટેજમાં બે વખત હારી ચૂકી છે અને તેની એક માત્ર જીત ઓસ્ટ્રિયા સામે મેળવી હતી. કાઇલિયન એમ્બાપ્પેની ટીમ ગ્રુપ સ્ટેજમાં ફક્ત બે ગોલ કરી ચૂકી છે અને ડિડિએર ડેસચેમ્પ્સ રાઉન્ડ ઓફ 16માં ફિનિશિંગ સ્કિક્લસ પર ધ્યાન કેન્દ્ર કરવા માંગશે. એમ્બાપ્પે પોલેન્ડ વિરુદ્ધ પુરી 90 મિનિટ સુધી રમ્યો હતો.