રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. ‘હવે એક જ અધિકારી દરેક ટીમ સાથે અભ્યાસ મેચથી લઇ ટૂર્નામેન્ટના અંત સુધી રહેશે અને તે જ હોટલમાં રોકાશે, જ્યાં ટીમ રોકાશે. આ વિશ્વકપને ફિક્સિંગ અને ભ્રષ્ટાચારથી મુક્ત રાખવાની આઇસીસીનું મહત્વપૂર્ણ પગલું છે.’
નોંધનિય છે કે, આઇસીસી એ ક્રિકેટને ફિક્સિંગ અને ભ્રષ્ટાચારથી મુક્ત રાખવા માટે ખુબ જ સક્રિય છે. આઇસીસીએ શનિવારે શ્રીલંકાના પરફોર્મન્સ વિશ્લેષક સનત જયસુંદરાને આઇસીસી ભ્રષ્ટાચાર વિરોધી સંહિતાના ઉલ્લંઘનના બે ગુના માટે આરોપિત કર્યો હતો. જયસુંદરાને તાત્કાલીક અસરથી કામ ચલાઉ ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.