નવી દિલ્હીઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝમાં સતત ટૉસ હારવાથી દક્ષિણ આફ્રિકાનો કેપ્ટન હવે ગિન્નાયો છે. તેને બધો દોષ ટૉસ પર ઠાલવ્યો છે. ત્રણેય ટેસ્ટ મેચોમાં ટૉસ હાર્યા બાદ સીરીઝમાં પણ 3-0થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. હવે આ મુદ્દે કેપ્ટન ફાક ડૂ પ્લેસીસે મોટુ નિવેદન આપ્યુ છે.

ફાક ડૂ પ્લેસીસે સીરીઝ હારવા પાછળ હવે ટૉસને જવાબદાર ગણ્યુ છે. તે એટલો બધો નારાજ થયો છે કે હવે તેને ટેસ્ટ ક્રિકેટમાંથી ટૉસ ઉછાળવાની સિસ્ટમને જ નાબુદ કરવાની વાત કહી દીધી છે. તેના મતે ટેસ્ટ ક્રિકેટમાં ટૉસ ના હોવો જોઇએ.



ઉલ્લેખનીય છે કે, ભારત સામે ત્રણ ટેસ્ટ મેચોમાં સતત હાર મળ્યા બાદ ક્રિકેટ જગતમાં ફાક ડૂ પ્લેસીસને લોકોએ નિશાને ચઢાવ્યો હતો. ડૂ પ્લેસીસે કહ્યું કે, દરેક ટેસ્ટમાં ભારત ટૉસ જીતતુ હતુ અને તે 500થી વધુ રનનો સ્કૉર કરતુ હતુ, તે પોતાની ઇનિંગ ડિકલેર કરે ત્યાં સુધી અંધારુ થઇ જતુ હતુ, અને અંધારામાં તેમને અમારી ત્રણ વિકેટ મળી જતી હતી. જ્યારે ત્રીજો દિવસ શરૂ થતો હતો ત્યારે અમે પ્રેશરમાં આવી જતાં હતા. અમારી માટે ત્રણેય ટેસ્ટ મેચ કૉપી પેસ્ટના જેવી જ રહી.



ફાક ડૂ પ્લેસીસે કહ્યું કે જો ટેસ્ટ ક્રિકેટમાં ટૉસ ના હોય તો બહારથી આવેલી ટીમો સારુ પ્રદર્શન કરી શકે છે.