નવી દિલ્હીઃ ભારતીય ટીમ ટુંક સમયમાં પોતાની પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ મેચ રમવા મેદાનમાં ઉતરી શકે છે. આ માટે બીસીસીઆઇએ એક પ્રસ્તાવ પણ રજૂ કરી દીધો છે. માનવામાં આવે છે કે, ભારતીય ટીમ બાંગ્લાદેશની ટીમ સામે કોલકત્તાના ઇડન ગાર્ડન મેદાનમાં પોતાની ઐતિહાસિક પહેલી ડે-નાઇટ ટેસ્ટ મેચ રમી શકે છે. આ માટેનો બીસીસીઆઇએ એક પ્રસ્તાવ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને પણ મોકલી દીધો છે.


ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ ભારતનો પ્રવાસ કરવાની છે, જેમાં ટેસ્ટ સીરીઝમાં આ ઐતિહાસિક પન્નુ ઉમેરાઇ શકે છે.



BCCIએ એક મેલ મારફતે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને લખ્યુ છે કે, ટેસ્ટ મેચને ડે-નાઇટ ટેસ્ટ મેચ તરીકે રમાડવામાં આવે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના સીઈઓ નિઝામુદ્દીન ચૌધરીએ કહ્યું- અમને બીસીસીઆઇ તરફથી એક પ્રસ્તાવ મળ્યો છે અને આના પર અંતિમ નિર્ણય કરતાં પહેલા અમે ખેલાડીઓ અને ટીમ મેનેજમેન્ટ સાથે વાતચીત કરી રહ્યાં છીએ.



ઉલ્લેખનીય છે કે, BCCI નું અધ્યક્ષ પદ સંભાળતા જ સૌરવ ગાંગુલીએ આ એક મોટો નિર્ણય લીધો છે. ગાંગુલી પહેલાથી ડે-નાઇટ ટેસ્ટ મેચની પક્ષમાં હતો.

ભારત અને બાંગ્લેદશ વચ્ચે બે ટેસ્ટ મેચોની સીરીઝ રમાવવાની છે. પ્રથમ ટેસ્ટ 14 નવેમ્બરે ઇન્દોરમાં, વળી બીજી ટેસ્ટ મેચ 22 નવેમ્બરે ઇડન ગાર્ડનમાં રમાશે.