નવી દિલ્હી: ICC ક્રિકેટ વર્લ્ડ કપની સેમીફાઈનલમાંથી બહાર થઈ ચૂકેલ દક્ષિણ આફ્રિકન ટીમે શનિવારે ઓસ્ટ્રેલિયાની ટીમને પરાજય આપ્યો હતો. આ જીતે માત્ર દક્ષિણ આફ્રિકાની જીતની સાથે વર્લ્ડ કપની સફર ખત્મ કરવાની ખુશી આપી હતી પરંતુ ટુર્નામેન્ટનું સેમીફાઈનલનું સમીકરણ પણ નક્કી કરી દીધું હતું.
ઓસ્ટ્રેલિયાની ટીમ દક્ષિણ આફ્રિકા સામે પરાજય મેળવીને પોઈન્ટ ટેબલમાં બીજા નંબર પર રહી છે. જેના કારણે તેને સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડની ટીમ સાથે રમવું પડશે. બીજી બાજુ ભારતને ન્યૂઝીલેન્ડ સામે રમવું પડશે.
દક્ષિણ આફ્રિકાની જીતથી ભારતના ફાઈનલનો રસ્તો સરળ થઈ ગયો છે. દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ડુ પ્લેસિસે પણ ઈશારામાં આ વાત કહી દીધી હતી. તેણે મેચનું સીધું પ્રસારણ કરી રહેલી ટીવી ચેનલ સ્ટાર સ્પોર્ટ્સને કહ્યું હતું કે, મને લાગે છે કે અમારી આજની જીત ભારતીય ટીમ માટે ખૂબ ખુશી થશે. અમારી જીતને કારણે હવે સેમીફાઈનલમાં તેમનો સામનો ન્યૂઝીલેન્ડ સામે થવાનો છે. જે છેલ્લી ત્રણ મેચ હારી ચૂક્યું છે. તેના પ્રદર્શનમાં ઘટાડો આવી રહ્યો છે.
ઓસ્ટ્રેલિયાની સામે સદી ફટકારનાર મેન ઓફ ધ મેચનો ખિતાબ જીતનાર ડુ પ્લેસીસે ફાઈનલની ટીમોનું અનુમાન પણ લગાવી દીધું હતું. તેણે કહ્યું કે, મને લાગે છે કે ફાઈનલ ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે યોજાશે. જોકે તેની સાથે તેમણે કહ્યું હતું કે, ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો મોટી મેચ સારી રમે છે. આથી તેઓ મોટી મેચોમાં તેમની ટીમોમાંથી કોઈ એકનું સમર્થન કરશે.
વર્લ્ડ કપ 2019: કઈ બે ટીમો વચ્ચે રમાશે ફાઈનલ મેચ? સાઉથ આફ્રિકાના કયા દિગ્ગજ ખેલાડીએ કરી મોટી આગાહી?
abpasmita.in
Updated at:
07 Jul 2019 11:02 AM (IST)
મને લાગે છે કે ફાઈનલ ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે યોજાશે. જોકે તેની સાથે તેમણે કહ્યું હતું કે, ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો મોટી મેચ સારી રમે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -