નવી દિલ્હીઃ આઇસીસી ટી20 વર્લ્ડકપમાં ગઇકાલે રમાયેલી અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચમાં કિવી ટીમે શાનદાર રીતે રમત બતાવતા સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે, આ સાથે જ ટીમ ઇન્ડિયાનો ટી20 વર્લ્ડકપનો સફર અહીં પુરો થઇ ગયો છે, હવે ભારતીય ક્રિકેટ ફેન્સ ટીમ ઇન્ડિયા પર ગુસ્સે થઇ ગયા છે. સોશ્યલ મીડિયા પર ક્રિકેટ ફેન્સ ટીમ ઇન્ડિયાને ગાળો આપીને અવનવા વિચિત્ર મીમ્સ બનાવીને મજાક ઉડાવી છે. ફેન્સના ટાર્ગેટમાં એકમાત્ર કેપ્ટન કોહલી જ નથી પરંતુ વિરાટ કોહલીની સાથે સાથે રોહિત શર્મા, રવિ શાસ્ત્રી, મહેન્દ્રસિંહ ધોની પણ છે. 


આજકાલ સોશ્યલ મીડિયા પર ટીમ ઇન્ડિયાની જોરદાર મજાક ઉડાવવામાં આવી રહી છે, ટ્વીટરથી  લઇને ફેસબુક અને વૉટ્સએપ સહિતની એપ્સ પર ટી20 વર્લ્ડકપની હારની મજાક ઉડાવવામાં આવી રહી છે. લોકો પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે મળેલી કારમી હાર બાદ ટીમ ઇન્ડિયા ફેંકાઇ ગઇ તેને ભૂલી શકતા નથી, અને સહન પણ કરી શકતા નથી. 


આ લોકોને મળી રહી છે ગાળો- 
સોશ્યલ મીડિયા પર ભારતીય ટીમના કેપ્ટન કોહલીને ભારોભાર ગાળો મળી રહી છે, એટલુ જ નહીં હાર પર હાર મળવાથી  કેટલાક લોકોએ તો તેની દીકરીને પણ ગાળો આપીને ગુસ્સો ઠાલવ્યો હતો. કેપ્ટન કોહલીની સાથે સાથે સ્ટાર ઓપનર હિટમેન ગણાતા રોહિત શર્માને પણ ગાળો આપવામાં આવી રહી છે, કેમ કે રોહિત શર્મા પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે સારી બેટિંગ કરવામાં નિષ્ફળ રહ્યો હતો, જોકે, અફઘાનિસ્તાન અને સ્કૉટલેન્ડ સામે સારી બેટિંગ કરી હતી, આ ઉપરાંત ટીમ ઇન્ડિયાના હેડ કૉચ રવિ શાસ્ત્રીને લોકો ખુબ ગાળો આપી રહ્યાં છે, કેમ કે ટીમની હાર થવા છતાં જીત મેળવવા માટે કૉચની કોઇ ભૂમિકા દેખાઇ ન હતી રહી. એટલુ જ નહીં તાજેતરમાં જ ટીમ ઇન્ડિયા સાથે મેન્ટૉરની ભૂમિકા નિભાવવા જોડાયેલા પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને પણ લોકો અપશબ્દો બોલી રહ્યો છે. ટીમના મેન્ટૉર તરીકે ધોની નિષ્ફળ રહ્યો છે, અને હારમાંથી જીતમાં ટીમને લાવી શક્યો નથી. 


T20 WC 2021: આ ચાર ટીમો પહોંચી સેમિ ફાઈનલમાં, જાણો કઈ ટીમની કોની સામે થશે ટક્કર
10 નવેમ્બરઃ સેમિ ફાઈનલ 1- ઈંગ્લેન્ડ વિ ન્યૂઝીલેન્ડ
11 નવેમ્બરઃ સેમિ ફાઈનલ 2 ઓસ્ટ્રેલિયા વિ પાકિસ્તાન
બે સુપર ટીમો 14મી નવેમ્બરે 2021ના દિવસે સાંજે 7.30 વાગે આઇસીસી ટી20 વર્લ્ડકપ પર કબજો જમાવવા મેદાનમાં ઉતરશે અને ત્યારબાદ એક નવું ટી20 ચેમ્પિયન મળશે.


સેમિ ફાઈનલમાં પહોંચનારી ટીમોની કેવી રહી સફર
પાકિસ્તાન – 5 મેચ, 5 જીત
ઓસ્ટ્રેલિયા – 5 મેચ, 4 જીત, 1 હાર
ઈંગ્લેન્ડ – 5 મેચ, 4 જીત, 1 હાર
ન્યૂઝીલેન્ડ – 5 મેચ, 4 જીત, 1 હાર