સોશિયલ મીડિયા રવિન્દ્ર જાડેજાને ફેન્સે કેમ આપી ગાળો, જાણો વિગતે
abpasmita.in | 13 May 2019 02:33 PM (IST)
ફેન્સે જાડેજાને હાર માટે જવાબદાર ઠેરવ્યો, ફેન્સે કહ્યું, ચેમ્પિયન ટ્રૉફી 2017માં પાકિસ્તાન સામે હાર્દિક પંડ્યાને રનઆઉટ કરાવ્યો હતો અને હવે આઇપીએલ 2019માં શેન વૉટસનને આઉટ કરાવ્યો
નવી દિલ્હીઃ આઇપીએલ 2019ની ફાઇનલ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે ચેન્નાઇ સુપર કિંગ્સને એક રનથી માત આપીને ટ્રૉફી પર ચોથી વાર કબ્જો જમાવ્યો. મુંબઇની જીતથી તેના ફેન્સ ખુશ છે, તો વળી ચેન્નાઇની હારથી તેના ફેન્સ નિરાશ થયા છે. ચેન્નાઇના ફેન્સે મેચ બાદ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને આડેહાથે લીધો, સોશ્યલ મીડિયા પર ટ્રૉલ કરવા લાગ્યા હતા. સોશ્યલ મીડિયા પર રવિન્દ્ર જાડેજાને ફેન્સે શેન વૉટસનને રન આઉટ કરાવવાને લઇને ગાળો અને અપશબ્દો કહેવાનું શરૂ કરી દીધુ. ફેન્સે જાડેજાને હાર માટે જવાબદાર ઠેરવ્યો, ફેન્સે કહ્યું, ચેમ્પિયન ટ્રૉફી 2017માં પાકિસ્તાન સામે હાર્દિક પંડ્યાને રનઆઉટ કરાવ્યો હતો અને હવે આઇપીએલ 2019માં શેન વૉટસનને આઉટ કરાવ્યો. ઉલ્લેખનીય છે કે, ચેન્નાઇ-મુંબઇ મેચમાં અંતિમ ઓવર ચાલી રહી હતી, શેન વૉટસન (80) સેટ બેટ્સમેન હતો અને જીતવા માટે ચાર રનની જરૂર હતી ત્યારે જાડેજાએ શેન વૉટસનને રનઆઉટ કરાવ્યો હતો.