હૈદરાબાદમાં રમાયેલી IPLની ફાઈનલ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નાઈ સુપરકિંગ્સને 1 રનથી હરાવીને જીત મેળવીને ચેમ્પિયન બની હતી. આ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. રોહિત શર્માની કેપ્ટનશીપમાં મુંબઈના ધુરંધરોએ જીતનો ઝંડો લહેરાવ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સે ચોથી વખત આઈપીએલની ટ્રોફી ઊંચકી છે. જોકે આ જીત મુંબઈ માટે સરળ નહોતી. સ્ટેડિયમમાં માહોલ ખાસ્સો ટેન્શન વાળો રહ્યો હતો.

ટેન્શનનો અંદાજો મુંબઈ ઈન્ડિયન્સના માલિક નીતા અંબાણીને જોઈને લગાવી શકાય છે. હકીકતે પેવેલિયનમાં બેઠેલાં નીતા અંબાણી ચેન્નાઈ સુપરકિંગ્સના દરેક શોટ પર ટેન્શનમાં જોવા મળતાં હતાં. મેચમાં બંને ટીમ એ તબક્કામાં આવી પહોંચી હતી જ્યાં કોઈપણ ટ્રોફી જીતી શકતું હતું.

દરેક બોલ મુંબઈ ઈન્ડિયન્સની જીત કે હાર માટે નિર્ણાયક હતો. નીતા અંબાણીનો એક વીડિયો પણ વાયરલ થયો છે જેમાં નીતા અંબાણી ટીમની જીત માટે સતત પ્રાર્થના કરતાં જોવા મળ્યા હતાં. નીતા અંબાણીએ કપાળ પર તિલક પણ લગાવ્યું હતું.

તેઓ વારંવાર મંત્રનો જાપ કરતાં પણ જોવા મળ્યાં હતાં. હાથ જોડીને ભગવાન પાસે મુંબઈ ઈન્ડિયન્સની જીતની કામના કરતાં હતા. સ્ટેડિયમમાં નીતા અંબાણી સિવાય આકાશ, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ પણ હતી. જોકે ભગવાને તેમની ઈચ્છા પૂર્ણ કરી હતી.

મેચ એવા તબક્કામાં પહોંચી હતી જ્યાં એક બોલ પણ બાજી પલટી શકતો હતો. દરેક બોલ પર નીતા અંબાણીની ચિંતા જોવા મળતી હતી. તેઓ આંખ મીંચીને માત્ર પોતાની ટીમની જીતની પ્રાર્થના કરતાં હતા. તેમની બાજુમાં આકાશ અંબાણી બેઠો હતો. જોકે મુંબઈની જીત બાદ કહી શકાય કે નીતા અંબાણીની પ્રાર્થના ફળી.

મુંબઈ ઈન્ડિયન્સે ચોથી વખત IPLનો ખિતાબ જીત્યો છે. મુંબઈ ઈન્ડિયન્સે શાનદાર બેટિંગ કરીને મેચ પોતાના તરફી કરી દીધી હતી. ફાઈનલ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે પહેલા બેટિંગ કરી અને આઠ વિકેટ ગુમાવીને 149 રન બનાવ્યા હતાં. તો ચેન્નાઈ સુપર કિંગ્સ 148 રન જ બનાવી શકી. મુંબઈ ઈન્ડિયન્સની જીત બાદ નીતા અંબાણીના ચહેરા પર હાશકારો અને જીતની ખુશી દેખાઈ જોવા મળી હતી.