ભારતના આ મેદાન પર હવે 2020 પહેલા નહીં રમાય કોઈ મેચ, જાણો શું છે કારણ...
ભારતીય ટીમના ઝડપી બોલર મોહમ્મદ શમીએ જણાવ્યું કે તે આ રીતના વાતાવરણથી ટેવાયેલા છે. જેથી આ વાતને મોટો મુદ્દો ના બનાવવો જોઇએ. બીસીસીઆઇના કાર્યકારી સચિવ અમિતાભ ચૌધરીએ સોમવારે પ્રેસ કોન્ફરન્સમાં સ્વીકાર્યું હતું કે આ વર્ષે દિલ્હીમાં ટેસ્ટ મેચ થશે કે નહીં તે પર ચર્ચા કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનીય છે કે શ્રીલંકન ખેલાડીઓએ શ્વાસ લેવામાં તકલીફ હોવાની ફરિયાદ કરી હતી. આ ઉપરાંત ગત મહિને હાફ મેરેથોન દરમિયાન હંગામો થયો હતો. જોકે, પ્રદૂષણ હોવા છતાં આ મેચને રદ કરવાની અપીલ કરવામાં આવી હતી. હાલ ચાલી રહેલી ક્રિકેટ મેચમાં બીજા દિવસની રમત 26 મિનિટ માટે રોકવામાં આવી હતી. કારણકે શ્રીલંકન ખેલાડીઓને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી.
બીસીસીઆઇના એક વરિષ્ઠ અધિકારીએ પીટીઆઇ સાથે વાત કરતાં કહ્યું હતું કે,”બીસીસીઆઇ પ્રત્યેક વર્ષે ફેબ્રુઆરી-માર્ચ સુધી એક્સક્લૂઝિવ ઘરેલુ સત્ર માટે કોશિશ કરી રહ્યું છે. આ સમયે તેમને ફેબ્રુઆરી-માર્ચ 2020માં જ મેચ મળશે. જેથી કોટલા 2020 પહેલા ટેસ્ટ મેચના આયોજન માટેનો વિચાર કરી પણ શકાય અને નહીં પણ.” તેમણે એ પણ ઉમેર્યું હતું કે,”રોટેશન નીતિના કારણે કોટલાને હવે ટેસ્ટ મેચ મળી ગઇ છે. જેથી નવેમ્બરમાં તેને એક ટી20 મળી હતી. હવે તેમની પાસે આવતા બે વર્ષ સુધી તક નથી.”
નવી દિલ્હીઃ દિલ્હીના ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમમાં હવે પછીનો ટેસ્ટ મેચ ત્રણ વર્ષ બાદ રમાશે. હાલમાં ટીમ ઇન્ડિયા અને શ્રીલંકાની વચ્ચે રમાઈ રહેલ ત્રણ ટેસ્ટ મેચની સીરીઝનો ત્રીજો અને છેલ્લો મેચ સ્મોગને કારણે અવરોધાયો હતો. તેને લઈને બીસીસીઆઈ હવે કંઈક નવું પગલું લઈ રહી છે. બીસીસીઆઈ રોટેશન પોલિસી અંતર્ગત કોટલા સ્ટેડિયમમાં 2020 પહેલા કોઈ ઇન્ટરનેશનલ ટેસ્ટ મેચ નહીં રમાય.
- - - - - - - - - Advertisement - - - - - - - - -