FIFA Club World Cup 2025: ફીફા ક્લબ વર્લ્ડ કપ 2025માં કુલ 32 ટીમો રમી રહી છે. 4 ટીમોના 8 ગ્રુપ છે, ગ્રુપ સ્ટેજની મેચો હાલમાં ચાલી રહી છે. 7 ગ્રુપની ટીમો કન્ફર્મ થઈ ગઈ છે, જે આગામી રાઉન્ડમાં રમશે. 25 જૂને યોજાયેલી મેચો પછી જાણો કઈ ટીમ પોઈન્ટ ટેબલમાં કયા સ્થાન પર છે. કઈ ટીમો રાઉન્ડ 16 માં સ્થાન મેળવ્યું છે અને કઈ ટીમો બહાર થઈ ગઈ છે.

ફીફા ક્લબ વર્લ્ડ કપ 2025 નું આયોજન અમેરિકામાં થઈ રહ્યું છે. અમેરિકાના 11 શહેરોમાં 12 સ્ટેડિયમમાં મેચો રમાઈ રહી છે. ગ્રુપ A થી ગ્રુપ H સુધીના પોઈન્ટ ટેબલ અહીં આપેલ છે. આવતીકાલે ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ હશે. રાઉન્ડ 16 મેચ શનિવાર 28 જૂનથી શરૂ થશે, જેમાં પાલ્મેરાસ અને બોટાફોગો વચ્ચે ભારતીય સમય મુજબ રાત્રે 9:30 વાગ્યે પ્રથમ મેચ શરૂ થશે.

ફીફા ક્લબ વર્લ્ડ કપ 2025 પોઈન્ટ ટેબલ (25 જૂને રમાયેલી મેચો પછી)

ગ્રુપ A

ગ્રુપ-A માંથી Palmeiras અને Inter Miami રાઉન્ડ ઓફ 16માં સ્થાન મેળવ્યું છે. Palmeiras 3 માંથી 1 મેચ જીતી અને 2 ડ્રો કરી. તેના 5 પોઈન્ટ છે. ઇન્ટર મિયામીએ પણ 3 માંથી 1 મેચ જીતી અને 2 ડ્રો કરી હતી. તેના 5 પોઈન્ટ પણ છે. જ્યારે Porto અને Al Ahly  પોઈન્ટ ટેબલમાં છેલ્લી 2 ટીમો હતી. FC Porto અને Al Ahly 3 માંથી 2-2 મેચ ડ્રો કરી અને 1-1 થી હારી ગયા હતા.

Palmeiras: ક્વોલિફાય

Inter Miami CF: ક્વોલિફાય

Porto: બહાર

Al Ahly: બહાર

ગ્રુપ B

ગ્રુપ-B માંથી PSG અને Botafogo રાઉન્ડ ઓફ 16 માં સ્થાન મેળવ્યું હતું. તેઓ ટેબલમાં ટોચના 2માં રહ્યા હતા. બંને ટીમોએ 3 માંથી 2-2 મેચ જીતી હતી. ત્રીજા સ્થાને રહેલા Atletico Madrid  પણ 3 માંથી 2 મેચ જીતી હતી અને ટોચની 2 ટીમોની જેમ 6 પોઈન્ટ મેળવ્યા હતા પરંતુ અન્ય આંકડાઓના આધારે તે યાદીમાં ત્રીજા સ્થાને હતું. Seattle sounders ચોથા સ્થાને હતી અને તેની બધી 3 મેચ હારી ગયું.

Paris Saint Germain: ક્વોલિફાય

Botafogo: ક્વોલિફાય

Atletico Madrid: બહાર

Seattle Sounders FC: બહાર

ગ્રુપ સી

ગ્રુપ સીમાંથી Benifica અને Bayern રાઉન્ડ ઓફ 16 માટે ક્વોલિફાય થયા હતા. આ બંને ટીમોએ તેમની 3 માંથી 2 મેચ જીતી. Benifica એ એક મેચ ડ્રો કરી અને 7 પોઈન્ટ મેળવ્યા જ્યારે Bayern એક મેચ હારી ગયો અને 6 પોઈન્ટ મેળવ્યા હતા. Boca Juniors અને Auckland City  આ ગ્રુપમાંથી બહાર થઈ ગયા હતા. Bocaએ 3 માંથી 2 મેચ ડ્રો કરી અને 1 હારી જ્યારે ઓકલેન્ડ 2 મેચ હારી અને 1 ડ્રો રમ્યો હતો.

બેનિફિકા: ક્વોલિફાય

બેયર્ન મ્યુનિક: ક્વોલિફાય

બોકા જુનિયર્સ: બહાર

ઓકલેન્ડ સિટી: બહાર

ગ્રુપ ડી

ગ્રુપ ડીમાં Flamengo અને Chelseaએ રાઉન્ડ ઓફ 16 માં સ્થાન મેળવ્યું. Flamengo એ 3 માંથી 2 મેચ જીતી અને 1 ડ્રો, તેના 7 પોઈન્ટ છે. Chelsea ક્લબે પણ 3 માંથી 2 મેચ જીતી પરંતુ એક મેચ હારી. તેના 6 પોઈન્ટ છે. Esperance De Tunis 3 માંથી ફક્ત 1 મેચ જીતી અને 2 હાર, Los Angeles FC એ 1 ડ્રો રમી અને 2 હાર મળી હતી.

Flamengo: ક્વોલિફાય

Chelsea: ક્વોલિફાય

Esperance De Tunis: બહાર

Los Angeles FC: બહાર

ગ્રુપ E

Inter Milan આ ગ્રુપમાં પ્રથમ સ્થાને રહી હતી, તેણે 3 માંથી 2 મેચ જીતી અને 1 ડ્રો રમી હતી. તેના 7 પોઈન્ટ છે. Monterrey એ 3 માંથી 1 મેચ જીતી અને 2 ડ્રો રમી, આ ટીમ 5 પોઈન્ટ સાથે બીજા સ્થાને રહી. River Plateએ 3 માંથી 1 મેચ જીતી, 1 ડ્રો કરી અને 1 હાર મળી હતી. ચોથા સ્થાને રહેલા Urawa Red Diamonds એ બધી ૩ મેચ હારી હતી. .

Inter Milan: ક્વોલિફાય

Monterrey: ક્વોલિફાય

River Plate:બહાર

Urawa Red Diamonds: બહાર

ગ્રુપ F

આ ગ્રુપની ટીમોએ અત્યાર સુધી પોતાની બધી ગ્રુપ સ્ટેજ મેચ રમી છે. Dortmund 7 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને રહ્યું, 3 માંથી 2 મેચ જીતી અને 1 ડ્રો કરી હતી. Fluminense એ 3 માંથી 1 મેચ જીતી, 2 ડ્રો કરી અને 5 પોઈન્ટ સાથે બીજા સ્થાને રહ્યું હતું. Mamelodi sundowns 3 માંથી 1 મેચ જીતી, 1 ડ્રો કરી અને 1 ડ્રો કરી હતી. Ulsan ચોથા સ્થાને રહ્યું, બધી ૩ મેચ હારી હતી.

Borussia Dortmund: ક્વોલિફાય

Fluminense: ક્વોલિફાય

Mamelodi Sundowns: બહાર 

Ulsan HD: બહાર

ગ્રુપ G

આ ગ્રુપની બધી ટીમોએ ગ્રુપ સ્ટેજમાં 1-1 મેચ વધુ રમવાની છે. Juventus હાલમાં 6 પોઈન્ટ સાથે નંબર વન પર છે, તેણે પોતાની બંને મેચ જીતી છે. Man City એ પણ બંને મેચ જીતી છે અને 6 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. Wydad AC અને Al Ain  બંને મેચ હારી ગયા છે.

Juventus: ક્વોલિફાય

Manchester City: ક્વોલિફાય

Wydad AC: બહાર

Al Ain: બહાર

ગ્રુપ H

આ ગ્રુપની ટીમોએ ગ્રુપ સ્ટેજમાં 1-1 મેચ રમવાની પણ છે. રીઅલ મેડ્રિડ હાલમાં 4 પોઈન્ટ સાથે નંબર વન પર છે. તેણે 2 માંથી 1 મેચ જીતી છે અને 1 ડ્રો રમી છે. RB Salzburg એ પણ 2 માંથી 1 મેચ જીતી છે અને 1 ડ્રો રમી છે, તે 4 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. Al Hilal એ બંને મેચ ડ્રો કરી છે, તે 2 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. Pachuca બંને મેચ હારી ગયો છે અને ચોથા સ્થાને છે. ફિફા ક્લબ વર્લ્ડ કપ 2025 ના ફક્ત આ ગ્રુપમાં રાઉન્ડ 16 માટે કોઈ ટીમ પુષ્ટિ થઈ નથી.

Real Madrid:

Red bull Salzburg:

Al Hilal:

Pachuca: બહાર