FIFA WC 2022: ફિફા વર્લ્ડ કપના બીજા દિવસે ઈંગ્લેન્ડનો સામનો ઈરાન સામે થયો હતો. આ મેચમાં ઈંગ્લેન્ડનો દબદબો રહ્યો હતો. પ્રથમ મિનિટથી જ ઇંગ્લિશ ખેલાડીઓએ બોલ પર કબજો જમાવ્યો અને દરેક ભૂલ પર ગોલ કર્યો. ઇંગ્લેન્ડ માટે જુડ બેલિંગહામે 35મી મિનિટે પ્રથમ ગોલ કર્યો હતો. પ્રથમ હાફમાં ત્રણ ગોલ થયા હતા. ત્રણેય ગોલ ઈંગ્લેન્ડ તરફથી આવ્યા હતા.આ મેચમાં ઈંગ્લેન્ડનો દબદબો રહ્યો હતો


આ પછી બુકાયો સાકાએ ગોલ કર્યો હતો. સાકાએ 43મી મિનિટે ટીમનો બીજો ગોલ કર્યો હતો. હે તેણે બોલ સીધો ગોલપોસ્ટમાં નાખ્યો. આ પછી કેપ્ટન હેરી કેનના પાસ પર સ્ટર્લિંગે શાનદાર ગોલ કર્યો. વર્લ્ડ કપમાં આ તેનો પહેલો ગોલ છે. તેણે 45+1 મિનિટમાં ઈંગ્લેન્ડ માટે ત્રીજો ગોલ કર્યો.


બીજા હાફમાં પણ ઈંગ્લેન્ડનું આક્રમણ ચાલુ રહ્યું હતું


બીજા હાફમાં ઈરાને થોડી ટક્કર આપી હતી, પરંતુ 62મી મિનિટમાં સાકાએ તેનો બીજો અને ઈંગ્લેન્ડનો ચોથો ગોલ કરીને ઈરાનની આશા લગભગ ખતમ કરી નાખી હતી. સ્ટર્લિંગે આ ગોલ માટે અસિસ્ટ કર્યો.  ત્રણ મિનિટ બાદ ઈરાને મેચનો પહેલો ગોલ કર્યો હતો. છ મિનિટ પછી, માર્કસ રાશફોર્ડે ગોલ કરીને સ્કોર 5-1 કરી દીધો. રૅશફોર્ડ માટે આ વર્લ્ડ કપનો પહેલો ગોલ હતો. જેક ગ્રેલિશે પણ 89મી મિનિટે ગોલ કર્યો અને ઈંગ્લેન્ડે 6-1ની સરસાઈ મેળવી. ઈરાનની ટીમ સતત ફાઈટ આપવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ ઈંગ્લેન્ડની સામે તે કામમાં આવી ન હતી.


વધારાના સમયમાં, ઈરાને પેનલ્ટીની માંગણી કરી, જેને રેફરીએ VARની મદદથી યોગ્ય ગણાવી. મેહદી તારેમીએ પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને પોતાની ટીમને થોડું આશ્વાસન આપ્યું હતું. જોકે, આ ગોલની ઈંગ્લેન્ડને વધારે અસર થઈ ન હતી.


 


બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન


ઇંગ્લેન્ડ: જોર્ડન પિકફોર્ડ (ગોલકીપર), જોન સ્ટોન્સ, હેરી મેગ્વાયર, કિરન ટ્રિપિયર, ડેક્લાન રાઇસ, જ્યૂડ બેલિંગહામ, મેસન માઉન્ટ, લ્યુક શો, બુકાયો સાકા, હેરી કેન, રહીમ સ્ટર્લિંગ.


ઈરાન: અલિર્જા  બૈર્નવંદ (ગોલકીપર), સદેઘ  મોહરરમી, એહસાન હજસફી, મિલાદ મોહમ્મદી, અલીરેઝા જહાનબખ્શ, મુર્તઝા પોરલીગંજી, મેહદી તરેમી, રૂઝબેહ ચેશ્મી, અલી કરીમી, માજિદ હોસૈની, અહમદ નૂરલ્લાહી.