Morocco vs Croatia Match: FIFA વર્લ્ડકપ 2022ના ચોથા દિવસે મોરોક્કો અને ક્રોએશિયાની ટીમો સામસામે હતી. બંને ટીમો વચ્ચેની આ ગ્રુપ-એફ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. વાસ્તવમાં મોરોક્કો અને ક્રોએશિયાની ટીમ કોઈ ગોલ કરી શકી ન હતી. આ રીતે, ફિફા વર્લ્ડ 2022ની આ ત્રીજી મેચ છે, જે કોઈપણ ગોલ વિના સમાપ્ત થઈ હતી. આ પહેલા પોલેન્ડ અને મેક્સિકો સિવાય ડેનમાર્ક અને ટ્યુનિશિયાની મેચ કોઈપણ ગોલ વિના સમાપ્ત થઈ હતી. જોકે, પહેલા હાફમાં બંને ટીમોને ગોલ કરવાની ઘણી તકો મળી હતી પરંતુ બંને ટીમના ખેલાડીઓ તકનો લાભ ઉઠાવી શક્યા ન હતા.






બંને ટીમો તકનો લાભ ઉઠાવી શકી ન હતી


વાસ્તવમાં જ્યારે આ મેચ છેલ્લી ઘડીની હતી ત્યારે બંને ટીમના ખેલાડીઓએ ઘણી વખત પ્રયાસ કર્યા હતા પરંતુ ગોલ થઈ શક્યો ન હતો. જોકે, આ મેચ દરમિયાન ટીમના કોઈ ખેલાડીને રેડ કાર્ડ મળ્યું ન હતું પરંતુ મોરોક્કોને યલો કાર્ડ મળ્યું હતું. આ સિવાય ક્રોએશિયા સમગ્ર મેચમાં 65 ટકા સાથે આગળ રહ્યું જ્યારે ટ્યુનિશિયા 5 ટકા પર રહ્યું. જોકે, ક્રિશ્ચિયન એરિક્સને શ્રેષ્ઠ રમત બતાવી હતી. આ ખેલાડીને ગોલ કરવાની 4 તક મળી પરંતુ ગોલ કરી શક્યો નહીં.


ફિફા વર્લ્ડકપનો બીજો ઉલટફેર, ચાર વખતના ચેમ્પિયન જર્મનીને જાપાને 2-1થી હરાવ્યું


FIFA WC 2022 Qatar Japan vs Germany: FIFA વર્લ્ડકપ 2022 ના ગ્રુપ E માં જાપાને શાનદાર પ્રદર્શન કરીને જર્મનીને હરાવ્યું હતું. જર્મની સામે જાપાન 2-1થી જીત્યું હતું. ટીમ માટે ટકોમા અસાનો અને રિત્સુ દૂને ગોલ કર્યા હતા. જ્યારે જર્મની તરફથી એકમાત્ર ગોલ ઇલ્કે ગુએનડોગને કર્યો હતો. મેચમાં જર્મનીની શરૂઆત સારી રહી હતી. ટીમે પહેલા હાફમાં જ એક ગોલ કર્યો હતો. પરંતુ આ પછી ટીમ મેચમાં વાપસી કરી શકી ન હતી.


મેચની શરૂઆતમાં 5મી મિનિટે જાપાનને કોર્નર કિક મળી હતી. આ પછી જર્મનીએ 14મી મિનિટે ગોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ટીમના કોઈપણ ખેલાડીને સફળતા મળી ન હતી. આ પછી જર્મનીએ 17મી મિનિટે ફરી પ્રયાસ કર્યો હતો. પરંતુ ટીમને સફળતા મળી ન હતી. આ પછી 19મી મિનિટે જાપાનના કુબોએ ફાઉલ કર્યો હતો. આ દરમિયાન જર્મનીએ પણ ફાઉલ કર્યો હતો. જર્મની સતત આક્રમક રમત રમી રહી હતી, જેનો ફાયદો તેને 33મી મિનિટે મળ્યો. ટીમ માટે ગુએનડોગને ગોલ કર્યો હતો. પ્રથમ હાફના અંતે સ્કોર 1-0 રહ્યો હતો