FIFA WC 2022 Qatar: ફિફા વર્લ્ડ કપ 2022માં સ્વિટ્ઝરલેન્ડે કેમરૂનને 1-0થી હરાવીને વિજયી શરૂઆત કરી હતી. પહેલા હાફમાં બંને ટીમો બરાબરી પર હતી, પરંતુ બીજા હાફમાં સ્વિટ્ઝરલેન્ડની રમત થોડી સારી રહી અને તેણે જીત પોતાના નામે કરી લીધી. મેચની શરૂઆતની 15 મિનિટમાં કેમરૂનની ટીમ વધુ આક્રમક દેખાતી હતી, પરંતુ પછી તેની રમત થોડી ધીમી પડી ગઈ હતી. જોર્ડન શાકિરી ચાર વર્લ્ડ કપમાં રમનાર સ્વિસનો બીજો ખેલાડી બન્યો છે.


પ્રથમ હાફમાં કોઈ ગોલ થયો ન હતો


મેચની 10મી મિનિટે કેમેરૂનના બ્રાયન બાયમુએ માર્ટિન હોંગલાના આસિસ્ટ પર શાનદાર શોટ લગાવ્યો હતો, પરંતુ તે બચી ગયો હતો. બીજી જ ક્ષણે કેમરૂન તરફથી બીજુ આક્રમણ થયું. પરંતુ તે પણ બચી ગયો. 26મી મિનિટે કેમરૂનની ટીમ ફરીથી ગોલ કરવાની નજીક આવી હતી, પરંતુ આ વખતે પણ તેમનું આક્રમણ બચી ગયું હતું. સ્વિસ ટીમ પ્રથમ વખત 40મી મિનિટે ગોલની નજીક પહોંચી હતી, પરંતુ તેઓ પણ ગોલ કરવામાં અસમર્થ રહી હતી. પ્રથમ હાફમાં એક પણ  ટીમ ગોલ કરી શકી ન હતી.


સ્વિટ્ઝરલેન્ડ બીજા હાફમાં વિજયી ગોલ કર્યો હતો


બીજા હાફની ત્રીજી મિનિટે સ્વિટ્ઝરલેન્ડે ગોલ કરી લીડ મેળવી હતી. જોર્ડન શાકિરીના આસિસ્ટ પર બ્રિએલ એમ્બોલોએ શાનદાર ગોલ કરીને પોતાની ટીમને લીડ અપાવી હતી. બે મિનિટ પછી, કેમરોને શાનદાર જવાબ આપ્યો, પરંતુ છ યાર્ડમાંથી તેનો હેડર બચી ગયો. કેમરૂને આક્રમણ કરવાનું ચાલુ રાખ્યું, પરંતુ ગોલ શોધી શક્યો નહીં. 66મી મિનિટમાં સ્વિસ ટીમે જોરદાર આક્રમણ કર્યું હતું, પરંતુ કેમરૂનિયન ગોલકીપરે શાનદાર બચાવ કરીને ચોક્કસ ગોલ ટાળ્યો હતો. સ્વિસ ટીમ પાસે પણ કોર્નર કિક પર ગોલ કરવાની શાનદાર તક હતી, પરંતુ કેમરૂનિયન ડિફેન્ડરોએ સક્રિયતા બતાવીને તેને ટાળી દીધી હતી.


કેમરૂને સતત લડત આપી, પરંતુ સ્કોર બરાબરી કરી શક્યો નહીં. વધારાના સમયમાં, સ્વિસ ટીમે વધુ એક શાનદાર હુમલો કર્યો, પરંતુ કેમેરોનિયન  તેમને બીજો ગોલ મેળવવાથી અટકાવ્યો.    


Fifa World cup: કોણ જીતશે ફિફા વર્લ્ડકપ 2022? મોર્ડન નેસ્ત્રોદમસે કરી ભવિષ્યવાણી


આ વખતે કતરમાં રમાઈ રહેલો ફિફા વર્લ્ડકપ શરૂઆતથી જ અણધાર્યા ઉલટફેરને લઈને ચર્ચાનો વિષય બન્યો છે. જોકે હજી તો વર્લ્ડકપ પ્રારંભીક તબક્કામાં જ છે ત્યાં તો વર્લ્ડકપ કોણ જીતશે તેને લઈને આગાહીઓ પણ શરૂ થઈ ગઈ છે. આવી જ એક ભવિષ્યવાણી 36 વર્ષીય એથોસ સાલોમે કરી છે, જેને આધુનિક નેસ્ત્રોદમસ પણ કહેવામાં આવે છે. 


એથોસ સાલોમની આગાહીઓ તાજેતરના વર્ષોમાં સાચી પડી છે, જેમાં કોરોના રોગચાળો, રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ અને બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતીયનું મૃત્યુ સામેલ છે. હવે બ્રાઝિલનો આ 'મોર્ડન નેસ્ત્રોદમસ' ફિફા વર્લ્ડ કપને લઈને ચર્ચામાં છે.


એથોસ સાલોમને ફિફા વર્લ્ડ કપ વિશે અનેક પ્રસંગોએ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા પરંતુ તે તેના પર મૌન રહ્યો હતો. જો કે, એક રિપોર્ટ અનુસાર, પોતાનું મૌન તોડતા તેણે ફૂટબોલને લઈને ચોંકાવનારી ભવિષ્યવાણી કરી હતી. એથોસ સલોમે તેની આગાહીમાં જણાવ્યું છે કે, કતરમાં રમાનારા વર્લ્ડકપની ફાઈનલની રેસમાં દુનિયાની કઈ પાંચ ટીમો છે. આ પાંચ ટીમોમાં આર્જેન્ટિના, બ્રાઝિલ, ફ્રાન્સ, બેલ્જિયમ અને ઈંગ્લેન્ડના નામ સામેલ છે. જો કે, સલોમનું માનવું છે કે, FIFA વર્લ્ડ કપની ફાઇનલ મેચ લિયોનેલ મેસ્સી અને કિલિયન એમબાપેની ટીમ વચ્ચે ટક્કર જામશે.