Jofra Archer Joins MI Cap Town: ઇંગ્લેન્ડના ફાસ્ટ બૉલર જોફ્રા આર્ચરની લાંબા સમય બાદ ક્રિકેટમાં વાપસી થઇ છે. જોફ્રા આર્ચર સાઉથ આફ્રિકાની ટી20 લીગમાં રમશે. બુધવારે એમઆઇ કેપટાઉને જોફ્રા આર્ચરને પોતાની ટીમમાં સામેલ કરવાની જાહેરાત કરી છે. સાઉથ આફ્રિકાની ટી20 લીગનુ ઉદઘાટન સિઝન આગામી વર્ષે જાન્યુઆરીમાં રમાશે. 


જોફ્રા આર્ચર કોહણીની ઇજાના કારણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી લાંબા સમયથી દુર હતો, કોહણી ઉપરાંત પીઠની ઇજા હતી, તેના ફ્રેક્ચર થવાના કારણે પણ ઇંગ્લિશ ટીમમાંથી નહતો રમી શક્યો. તેને છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ માર્ચ 2021માં રમી હતી, તેને બુધવારે મેદાન પર વાપસી કરી, આ દરમિયાન જોફ્રા આર્ચર અબુધાબીમાં ઇંગ્લેન્ડ લૉયન્સ તરફથી મુખ્ય ઇંગ્લેન્ડ ટીમની સામે રમ્યો હતો.  


મુંબઇ ઇન્ડિયન્સે જોફ્રા આર્ચરે 8 કરોડમાં ખરીદ્યો - 
ગયા વર્ષે આઇપીએલ મેગા ઓક્શન પહેલા રાજસ્થાન રૉયલ્સે જોફ્રા આર્ચરને રિલીઝ કરી દીધો હતો, કેમ કે ઇજાના કારણે તે આઇપીએલ 2022ર માટે ઉપલબ્ધ નહતો, મુંબઇ ઇન્ડિયન્સે જોફ્રા આર્ચરની અનુઉપલબ્ધતાને જાણતા હોવા છતાં પણ તેને 8 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. 


એટલું જ નહીં મુંબઇએ તેને રિટેન પણ કર્યો છે. આઇપીએલની આગામી સિઝનમાં તે મુંબઇ ઇન્ડિયન્સ માટે રમતો દેખાશે. જોફ્રા આર્ચર આઇપીએલ 2023 રમતા પહેલા એમઆઇ કેપટાઉન તરફથી સાઉથ આફ્રિકામાં રમાનારી ટી20 લીગમાં ભાગ લેશે. તે એમઆઇ કેપટાઉનમાં સામેલ થઇ ગયો છે.


જોફ્રા આર્ચર ફાસ્ટ બૉલિંગથી આખી દુનિયામાં કેર વર્તાવી ચૂક્યો છે. તે નિરંતર 150KMPHની સ્પીડથી ફાસ્ટ બૉલિંગ કરતો રહે છે. સ્પીડના કારણે તે વિરોધી ટીમના બેટ્સમેનોને કાબુમા રાખી શકે છે અને ગમે ત્યારે વિકેટ પણ ઝડપી શકે છે. આર્ચરને ઇંગ્લિશ ટીમનો મુખ્ય બૉલર ગણવામાં આવે છે. જોફ્રા આર્ચર પોતાની કેરિયર દરમિયાન ઇજાથી ખુબ પરેશાન રહ્યો છે. તેની કોહણીનુ પણ બે વાર ઓપરેશન થઇ ચૂક્યુ છે. તેનુ છેલ્લુ ઓપરેશન ડિસેમ્બર 2021માં થયુ હતુ, આ ઇજાના કારણે તે ટી20 વર્લ્ડકપ, એશીઝ 2021માં પણ ન હતો રમી શક્યો, અને બાદમાં ટી20 વર્લ્ડકપ 2022માંથી પણ બહાર રહ્યો હતો. જોકે, હવે દોઢ વર્ષથી વધુ સયમ બાદ તેની ક્રિકેટમાં ફરીથી વાપસી થઇ રહી છે.