FIFA World Cup 2022: કતાર દ્વારા આયોજિત FIFA વર્લ્ડ કપ 2022માં બુધવારે (30 નવેમ્બર) ગ્રુપ-Dમાં બે મોટી મેચો રમાઈ હતી. ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ અને ટ્યુનિશિયા વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ફ્રાન્સને હારનો સામનો કરવો પડ્યો છે. હાર છતાં ફ્રાન્સે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. ટ્યુનિશિયાએ ફ્રાન્સને 1-0થી હરાવ્યું છે.
ગ્રુપ-ડીમાં ટ્યુનિશિયાની ટીમે 1-0થી જીત મેળવી હતી. જોકે જીત છતાં તે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી શકી નથી. ટ્યુનિશિયા ચાર પોઈન્ટ સાથે ગ્રુપમાં ત્રીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાએ ડેનમાર્કને હરાવીને નોકઆઉટમાં પોતાનું સ્થાન નક્કી કર્યું છે. આ સાથે જ ફ્રાન્સે ગ્રુપમાં ટોપ પર રહીને આગળ વધી છે.
ટ્યુનિશિયાએ ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. ફ્રાન્સની ટીમ ફિફા રેન્કિંગમાં ચોથા સ્થાને છે. જ્યારે ટ્યુનિશિયા 30મા સ્થાને છે. આ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયનની હારની કોઈને અપેક્ષા નહોતી. ફ્રાન્સે શરૂઆતની ઈલેવનમાં નવ ફેરફાર કર્યા હતા. જ્યારે કિલિયન અમ્બાપે, એન્ટોની ગ્રીઝમેન અને ઓસ્માન ડેમ્બેલે મેદાન પર આવ્યા ત્યાં સુધીમાં મોડુ થઇ ચૂક્યું હતું. ટ્યુનિશિયાએ 1-0ની સરસાઈ હાંસલ કરી હતી. ફ્રાન્સે ઇન્જરી ટાઇમમાં ચોક્કસ ગોલ કર્યો હતો, પરંતુ અમ્પાયરે તેને નકારી દીધો હતો.
આ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. ફ્રાન્સ અને ટ્યુનિશિયાની મેચ પહેલો હાફ ગોલ રહિત ડ્રોમાં સમાપ્ત થયો હતો. પરંતુ બીજા હાફમાં બંને ટીમોએ પુરી તાકાત લગાવી હતી પરંતુ સફળતા ટ્યુનિશિયાને મળી હતી. ટીમના કેપ્ટન વાહબી ખજરીએ બીજા હાફની 58મી મિનિટે ગોલ કરીને ટીમને 1-0ની સરસાઈ અપાવી હતી. ફ્રાન્સની ટીમે મેચમાં એક્સ્ટ્રા ટાઈમમાં ગોલ કરીને મેચને બરોબરી પર લાવી દીધી હતી પરંતુ રિવ્યુમાં જોવા મળ્યું હતું કે આ ગોલ માન્ય ન હતો. એટલે કે તેને ઓફસાઇડ ગોલ જાહેર કરવામાં આવ્યો હતો. આ રીતે ફ્રાન્સ આ મેચ ડ્રો કરવામાં ચૂકી ગયું હતું.
ટ્યુનિશિયાએ મેચ 1-0થી જીતી લીધી હતી. જોકે, જીત છતાં તે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી શકી નથી. ટ્યુનિશિયા ચાર પોઈન્ટ સાથે ગ્રુપમાં ત્રીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાએ ડેનમાર્કને હરાવીને નોકઆઉટમાં પોતાનું સ્થાન નક્કી કર્યું છે.