FIFA Womens World Cup 2023 Live Streaming Details: આજથી ફૂટબૉલ જગતની સૌથી મોટી ટૂર્નામેન્ટ ફિફા વર્લ્ડકપનો પ્રારંભ થઇ રહ્યો છે, આ એડિશન મહિલાઓ માટે રમાઇ રહી છે. 20 જુલાઈથી FIFA મહિલા ફૂટબૉલ વર્લ્ડકપની 9મી એડિશન ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ દ્વારા સહ-યજમાન બનશે. આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં પ્રથમવાર 32 ટીમો ભાગ લઈ રહી છે, જેની ફાઈનલ મેચ 20 ઓગસ્ટે સિડનીના ઓલિમ્પિક સ્ટેડિયમમાં રમાશે. મહિલા ફૂટબોલ વર્લ્ડકપ દરમિયાન 9 સ્ટેડિયમમાં કુલ 64 મેચોનું આયોજન કરવામાં આવશે, જેમાં 5 ઓસ્ટ્રેલિયા અને 4 ન્યૂઝીલેન્ડમાં સામેલ છે.


મહિલા ફૂટબોલ વર્લ્ડકપની ડિફેન્ડિંગ ચેમ્પિયન હાલમાં યૂએસ ટીમ છે, જેને 2015 અને 2019 બંને વર્લ્ડકપ જીત્યા છે. આ વખતે અમેરિકન ટીમની નજર સતત ત્રીજી વખત ટાઈટલ જીતવા પર હશે. પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ અને નોર્વે વચ્ચે ઓકલેન્ડના ઈડન પાર્કમાં રમાશે. વર્ષ 1992માં રમાયેલા વર્લ્ડકપમાં નોર્વેએ ખિતાબ જીત્યો હતો. અત્યાર સુધીમાં આ ટાઇટલ યૂએસની ટીમે 4 વાર જીત્યું છે, જ્યારે જર્મનીએ 2 વખત ટ્રૉફી જીતી છે જ્યારે નોર્વે અને કેનેડાએ 1-1 વખત ટ્રૉફી જીતી છે.


ક્યાંથી ક્યાં સુધી રમાશે મહિલા ફૂટબૉલ વર્લ્ડકપ 2023 - 
મહિલા ફૂટબૉલ વર્લ્ડકપ 20 જુલાઈથી શરૂ થશે, જેમાં પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ અને નોર્વે વચ્ચે ઓકલેન્ડના ઈડન પાર્કમાં રમાશે. આ મેચની શરૂઆત ભારતીય સમય અનુસાર બપોરે 12.30 વાગ્યે થશે. મહિલા ફૂટબૉલ વર્લ્ડકપની ફાઇનલ મેચ 20 ઓગસ્ટે સિડનીમાં રમાશે.


ભારતમાં મહિલા ફૂટબૉલ વર્લ્ડકપ મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઇ શકાશે - 
ભારતમાં મહિલા ફૂટબૉલ વર્લ્ડકપની મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ ફેનકૉડ પર ઉપલબ્ધ રહેશે. આ મેચો મોબાઈલમાં ફેનકૉડ એપમાં જોઈ શકાશે, જ્યારે એન્ડ્રોઈડ ટીવી પર તેની એપ ઈન્સ્ટૉલ કરીને જોઈ શકાય છે. આ ઉપરાંત ફેનકૉડની વેબસાઈટ પર પણ મેચનું પ્રસારણ જોઈ શકાશે.