FIFA વર્લ્ડકપઃ ફ્રાન્સ ત્રીજીવાર ફાઇનલમાં, ઉમટિટીના ગોલથી બેલ્જીયમ હાર્યું
ફ્રાન્સની આ જીતમાં તેમના ગોલકીપર હ્યૂગો લોરિસનો પણ મોટો ફાળો રહ્યો. તેને બન્ને હાફોમાં શાનદાર બચાવો કર્યા હતા.
આ મેચમાં એક ટર્નિંગ પૉઇન્ટ વાળો ગોલ 51મી મિનીટમાં આવ્યો અને આ ગોલ સેમ્યૂઅલ ઉમટિટી હેડરે કર્યો, આ ગોલની સાથે જ બેલ્જીયમ મેચમાંથી બહાર થઇ ગયું હતું. ઉમટિટીએ હેડર દ્વારા ગોલ કરીને ફ્રાન્સને 1-0થી આગળ કરી દીધું હતું.
ફ્રાન્સે આ પહેલા 1998 અને 2006 માં ફાઇનલમાં જગ્યા બનાવી હતી, 1998 માં આ વિશ્વ વિજેતા બની હતી, વળી, બેલ્જીયમની ટીમ પહેલીવાર ફાઇનલમાં જવાથી બહાર રહી. ફાઇનલમાં ફ્રાન્સનો સામનો ઇગ્લેન્ડ અને ક્રોએશિયાની વચ્ચે બુધવારે રમાનારી બીજી સેમિફાઇનલ મેચની વિજેતા ટીમ સામે થશે.
મોસ્કોઃ ફ્રાન્સે રોમાચંક અને સ્ટ્રૉન્ગ સેમિફાઇનલ મેચમાં બેલ્જીયમને 1-0થી હરાવીને વર્લ્ડકપની 21માં સંસ્કરણની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ફ્રાન્સ ત્રીજીવાર ફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યુ છે.