આજે સાંજથી ફિફા વર્લ્ડકપનો પ્રારંભ, જાણો કઈ ચેનલ પરથી ક્યારે થશે પ્રસારણ
વર્લ્ડકપમાં ભાગ લઈ રહેલી 32 ટીમોને 4-4ના 8 ગ્રુપ્સમાં ટીમો વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપમાંથી 2-2 ટીમો નોકઆઉટના ફેઝમાં પહોંચશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆઇસલેન્ડ અને પનામા વિશ્વકપમાં પોતાનું ડેબ્યુ કરી રહી છે. પહેલીવાર વિશ્વકપ વીડિયો રેફરલ પ્રણાલીને અપનાવવામાં આવી રહી છે.
ફિફા વર્લ્ડકપ મેચનું લાઇવ ટેલિકાસ્ટ સોની ટેન 2 અને સોની ટેન 2 એચડી પરથી જોઈ શકાશે. સોની LIV, જિયો TV અને એરટેલ TV પરથી લાઇવ સ્ટ્રિમિંગ નીહાળી શકાશે. ફિફા વર્લ્ડકપની ફાઇનલ 15 જુલાઈના રોજ રમાશે.
નવી દિલ્હીઃ રશિયામાં આજથી ફૂટબોલ વર્લ્ડકપનો પ્રારંભ થઈ રહ્યો છે. 28 દિવસ સુધી ચાલનારી આ ઇવેન્ટમાં 11 શહેરના 12 સ્ટેડિયમમાં 64 મેચો રમાશે. ઓપનિંગ સેરેમેની ભારતીય સમય મુજબ સાંજે 6.30 કલાકે યોજાશે. જે બાદ રાત્રે 8.30 કલાકે યજમાન રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે પ્રથમ મેચ રમાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -