✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હાર્દિક પટેલના ક્યા સાથીને મળી ધમકીઃ ગબ્બરના હાથ કાપતાંય અમને આવડે છે.....

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Jun 2018 10:47 AM (IST)
1

આ હુમલા બાદ વરાછા કાપોદ્રા વિસ્તારમાં તણાવભર્યુ વાતાવરણ ઉભું થઇ ગયું હતું. હુમલાની આ ઘટનાને અનામત આંદોલન સાથે જોડી રાજકીય રંગ આપી દેવાતાં મામલો સંગીન બન્યો હતો. આ વિવાદ દરમિયાન અભિજીરાએ એક વીડિયો સોશ્યલ મીડિયામાં ફરતો કર્યો હતો.

2

3

હુમલાના કેસમાં વૉન્ટેડ એવા અભિજીરાએ ફરી હુમલો કરવાની ધમકી આપતો પોણા ચાર મિનિટનો વીડિયો વાયરલ કરતાં આ મામલે વધુ એક ફરિયાદ નોંધાવવામાં આવી છે.

4

5

6

7

પોણા ચાર મિનિટના આ વિડિયોમાં તેણે અલ્પેશને ધમકી આપી છે. પૈસાની લેવડદેવડની વાતે હોબાળો કરી નાંખ્યો, અમને પણ બધુ આવડે છે, અલ્પેશને હજી પડશે એવી ધમકી અપાઇ હતી. પાટીદારો અલ્પેશને ગબ્બર કહેતાં હોય અભિજીરાએ વીડિયોમાં કહ્યું છે કે ગબ્બરનેય પડે. ગબ્બરના હાથ કાપતાંય અમને આવડે છે. અલ્પેશ ગમે તેવો મોટો ફૂગ્ગો બની ગયો હોય એ ફૂટે નહીં તો અભિજીરાના સમ, તમારુ ખાહડુ અને મારુ મોઢું. અભિજીરા એકલો છે, પાંચસો માણસોનું ટોળું લઇને આવજો અને થાય તે કરી લેજો. આ વિડિયો અંગે અલ્પેશે વધુ એક ફરિયાદ આપી છે.

8

કાપોદ્રા પોલીસ મથકના સૂત્રો અનુસાર, અમરેલી જિલ્લાના વતની અને વરાછાની તાપીદર્શન સોસાયટીમાં રહેતો અલ્પેશ ઘનશ્યામભાઇ કથિરિયા પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલો છે. સુરતમાં પાસના કન્વિનર તરીકે કામ કરતાં અલ્પેશ ઉપર ગત ૧૧મી તારીખે રાતે હુમલો કરાયો હતો. આ હુમલો અલ્પેશના ભાઇ સાથે કેમેરાના ભાડાની તકરારમાં અભિજીરા તથા પ્રતિક કચ્છી અને બીજા બે યુવકોએ કર્યો હતો.

9

સુરતઃ પાટીદાર નેતા હાર્દિક પટેલના સાથી અલ્પેશ કથિરિયાને ધમકી મળી છે, આ અંગેનો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, કેમેરાના ભાડાની માથાકૂટમાં થયેલા હુમલાને રાજકીય રંગ આપવાનો પ્રયાસ કરાયો હોવાનો આરોપ મૂકી પાસ કન્વિનર અલ્પેશ કથિરિયાને અભિજીરા દ્વારા ધમકી આપવામાં આવી છે.

  • હોમ
  • સુરત
  • હાર્દિક પટેલના ક્યા સાથીને મળી ધમકીઃ ગબ્બરના હાથ કાપતાંય અમને આવડે છે.....
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.