Japanese Fan FIFA World Cup:  FIFA વર્લ્ડ કપ 2022ની શરૂઆતની મેચ બાદ જાપાનના કેટલાક ચાહકોએ એવું કર્યું જેણે દુનિયાભરના લોકોના દિલ જીતી લીધા હતા. દોહાના અલ બાયત સ્ટેડિયમમાં મેચ જોવા પહોંચેલા જાપાનના પ્રશંસકોએ કંઈક એવું કર્યું જેની કોઈને અપેક્ષા નહોતી. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કતાર અને ઈક્વાડોર વચ્ચેની મેચ બાદ કેટલાક જાપાની દર્શકો સ્ટેડિયમમાં ફેલાયેલી ગંદકીને સાફ કરી રહ્યા છે એટલું જ નહીં પરંતુ કચરો ઉપાડીને સ્ટેડિયમની બહાર ફેંકી રહ્યા છે. ફિફાએ પણ આ વીડિયો શેર કરીને જાપાની ફેન્સની પ્રશંસા કરી છે.






સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો


જાપાની ચાહકોના આ અદ્ભુત કામનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એક યુઝરે લખ્યું, "વાહ શાનદાર, એક ડઝન જાપાની પ્રશંસકો મેચ પુરી થયા પછી પણ સ્ટેડિયમમાં રોકાયા અને સાફ-સફાઈ કરી." જ્યારે દરેક વ્યક્તિ મેચ પછી જવાની ઉતાવળમાં હતા ત્યારે એક ડઝન જાપાની ચાહકો તેમની કેરી બેગમાં સ્ટેડિયમનો કચરો એકઠો કરી રહ્યા હતા. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.






કોણે વીડિયો શેર કર્યો?


આ વિડિયો મૂળ કતાર સ્થિત વિડિયો ક્રિએટર ઓમર અલ ફારુકે શેર કર્યો હતો. તેણે લખ્યું છે કે આ વિડિયો દર્શાવે છે કે આ પૂર્વ એશિયાઈ દેશ કેટલો શિસ્તબદ્ધ છે. અહીંના લોકો કેટલા માનવીય છે અને તેઓ સંસ્કૃતિને કેટલી સારી રીતે અનુસરે છે. ફારુકે એમ પણ લખ્યું કે આ ત્યારે કરવામાં આવ્યું જ્યારે તેમના દેશની મેચ પણ ન હતી. જ્યારે ફારુકે જાપાનીઓને પૂછ્યું કે તમે આવું કેમ કરી રહ્યા છો તો તેઓએ જવાબ આપ્યો કે અમે જાપાનીઓ ગંદકી પાછળ નથી છોડતા. અમે તમામ સ્થળોનું સન્માન કરીએ છીએ. કતાર ટીમની જર્સી પહેરેલા એક પ્રશંસકે કહ્યું કે અમે કેમેરામાં આવવા માટે આ બધું નથી કરી રહ્યા.