FIFA WC 2022: આર્જેન્ટિના (Argentina)એ છેવટે ફિફા વર્લ્ડકપ 2022 (FIFA WC 2022)ના આગાળના રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે. બુધવારે રાત્રે રમાયેલી મેચમાં તેને પૉલેન્ડ (Poland) ને 2-0 થી હરાવી દીધુ હતુ, આ સાથે જ તે ગૃપ-સીમાંથી 6 પૉઇન્ટ સાથે ટૉપ પર રહી. અહીં પૉલેન્ડની ટીમને પણ હાર મળવા છતાં આગામી રાઉન્ડ 16માં એન્ટ્રી મળી ગઇ હતી.
આર્જેન્ટિનાએ પોતાની ઓપનિંગ મેચમાં સાઉદી આરબ સામે મળેલી 1-2ની હાર છતાં આગામી રાઉન્ડમાં આગામી રાઉન્ડમાં પહોંચવાનુ મુશ્કેલી લાગવા લાગ્યુ હતુ. તેને પોતાની છેલ્લી બન્ને મેચો જીતવી જરૂરી હતી, અને તેના એવુ જ કર્યુ, પહેલા તેને મેક્સિકોને 2-0થી માત આપી, અને પછી કાલ બુધવારે રમાયેલી મેચમાં તેને પૉલેન્ડને પણ આ જ અંતરથી હરાવી દીધુ હતુ.
પૉલેન્ડ પર હાવી રહી આર્જેન્ટિના -
પૉલેન્ડ વિરુદ્ધ શરૂઆતમાં જ આર્જેન્ટિનાની ટીમ હાવી દેખાઇ હતી, પહેલા હાફમાં આર્જેન્ટિનાની ફૉરવર્ડ લાઇને પૉલિશ ગૉલપૉસ્ટ પર બેક ટૂ બેક હુમલો કરવાનુ શરૂ કરી દીધુ હતુ. જોકે, શરૂઆત હાફમાં આ ટીમને કોઇ સફળતા ન હતી મળી, પરંતુ બીજા હાફમાં બીજી જ મિનીટમાં આર્જેન્ટિનાના એલેક્સિસ મેક એલિસ્ટરે ગૉલ કરીને આર્જેન્ટિનાને રાહતનો શ્વાસ આપ્યો હતો. આ ગૉલ બાદ પણ આર્જેન્ટિના હુમલા યથાવત રહ્યાં હતા.
આખી મેચ દરમિયાન આર્જેન્ટિનાના ખેલાડીઓએ 814 પાસ પુરા કર્યા જે પૉલિશ પ્લેયર્સ (261)ની સરખામણીમાં ત્રણ ગણા વધુ રહ્યાં હતા. કૉર્નર્સ હાંસલ કરવામાં પણ આર્જેન્ટિના (9) હાવી રહી, પૉલેન્ડની ટીમને માત્ર એક કૉર્નર મળ્યુ.
પૉલેન્ડને પણ મળી ગઇ એન્ટ્રી -
આર્જેન્ટ્ના તો ગૃપ-સીમાં ટૉપ પર રહીને રાઉન્ડ ઓફ 16માં પહોંચી ગઇ, વળી, પૉલેન્ડની ટીમેને પણ આ એકતરફી હાર છતાં આગામી રાઉન્ડમાં એન્ટ્રી મળી ગઇ હતી. પૉલેન્ડ આ મેચ પહેલા ટૉપ પર હતી. તેને મેક્સિકો અને સાઉદી આરબને 2-0થી હરાવ્યુ હતુ. આવામાં તે ચાર પૉઇન્ટ સાથે બીજા નંબર પર રહી હતી. બીજા સ્થાન પર રહેવાના કારણે તે પણ રાઉન્ડ ઓફ 16માં ક્વૉલિફાય કરી ગઇ હતી.