નવી દિલ્હી: ફીફા વર્લ્ડ કપ ક્વાલિફાયરમાં સુનીલ છેત્રીની ટીમને ઓમાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે જ 2022માં રમાનારા ફીફા ફૂટબોલ વર્લ્ડકપમાં ક્વૉલીફાઈ કરવાની રેસમાંથી ભારત બહાર થઈ ગયું છે.


ફીફા ફૂટબોલ વર્લ્ડકપની રેસમાં ટકી રહેવા માટે હાઈ રેન્કિંગ ધરાવતી ઓમાન સામે ભારતીય ટીમને કોઈ પણ પરિસ્થિતિમાં જીતવું ફરજીયાત હતું. પરંતુ ઓમાને ભારતને 1-0થી હરાવી દીધું હતું.