કોલકાતા: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ સીરિઝ રમાઈ રહી છે. સીરિઝમાં ટીમ ઈન્ડિયા 1-0 થી આગળ છે. બીજી ટેસ્ટ મેચ 22 નવેમ્બરે કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં રમાવાની છે. જેના પગલે ટીમ ઈન્ડિયા કોલકાતા પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયા જ્યારે હોટલમાં પહોંચી તેનો વીડિયો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે શેર કર્યો છે. જેમાં રવિચંદ્રન અશ્વિન પોતાના હાથમાં એક સફેદ કલરનું ઓશિકા સાથે નજર આવી રહ્યો છે. જેને લઈને તે ટ્રોલ થઈ રહ્યો છે.


અશ્વિનને આ ઓશિકાને લઈને સોશલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. ફેન્સે કમેન્ટસનો મારો ચલાવ્યો છે. ટ્રોલર્સે કહ્યું આરામ કરવા આવ્યો છે.






ટીમ ઈન્ડિયા અને બાંગ્લાદેશ બન્ને ટીમો 20 અને 21 નવેમ્બરે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લેશે. આ ટેસ્ટ મેચ ડે-નાઈટ છે. જે બપોરે 1 વાગ્યાથી શરૂ થશે. આ સીરિઝ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ છે. ટીમ ઈન્ડિયા આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 300 પોઈન્ટ સાથે ટૉપ પર છે.