Hockey WC 2023 Tickets: FIH હૉકી પુરુષ વર્લ્ડકપ 2023 ની શરૂઆત 13 જાન્યુઆરી, 2023 થી ભુવનેશ્વરમાં થવાની છે, જે આ ટૂર્નામેન્ટની 15મી એડિશન હશે. 2018ની જેમ આ રીતે પણ ટૂર્નામેન્ટમાં કુલ 16 ટીમો ભાગ લેવાની છે. ભારત, બેલ્જિયમ, ઇંગ્લેન્ડ, જર્મની, નેધરલેન્ડ્સ, સ્પેન, ફ્રાન્સ, વેલ્શ, દક્ષિણ આફ્રિકા, આર્જેન્ટિના, ચિલી, જાપાન, મલેશિયા, સાઉથ કોરિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની ટીમો ટૂર્નામેન્ટમાં રમતી દેખાશે. જાણો આ ટૂર્નામેન્ટની ટિકીટો ક્યારે, ક્યાંથી, કેવી રીતે ખરીદી શકાશે.... 


Paytm Insider પર ખરીદી શકો છો ટિકીટ - 
ટિકીટ ખરીદવા માટે paytm insiderની વેબસાઇટ પર જવુ પડશે, જ્યાં તમારે મનપસંદ સ્ટેન્ડ પસંદ કરવુ પડશે, ભારતની મેચો માટે વેસ્ટ સ્ટેન્ડની ટિકીટ સૌથી મોંઘી 500 રૂપિયા હશે, ઇસ્ટ સ્ટેન્ડ 400 અને નૉર્થ સ્ટેન્ડની ટિકીટ 200 રૂપિયામાં મળશે. ભારત ઉપરાંત અન્ય ટીમોની મેચોની ટિકીટ માટે વેસ્ટ સ્ટેન્ડની ટિકીટ 500 રૂપિયામાં જ રહેશે, ઇસ્ટ સ્ટેન્ડ 200 તો વળી, અન્ય બે સ્ટેન્ડની ટિકીટ 100-100 રૂપિયામાં ઉપલબ્ધ થશે. 


કઇ રીતે ખરીદી શકાશે ટિકીટ ?
ટિકીટ ખરીદવા માટે paytm insiderમાં સ્ટેન્ડ સિલેક્ટ કર્યા બાદ ઓકે કરવુ પડશે, અને પછી ટિકીટોની સંખ્યા સિલેક્ટ કરવી પડશે. આગળ જવા પર તમારી ઉંમર અને લિંગનો પરિચય નાંખવો પડશે, આટલુ કર્યા બાદ તમને પેમેન્ટનો ઓપ્શન દેખાશે, જ્યાંથી તમે પેમેન્ટ કરીને તમારી ટિકટી બુક કરાવી શકો છો. એક વ્યક્તિ મેક્સિમમ બે ટિકીટ જ ખરીદી શકશે, અને મેચ પહેલા સ્ટેડિયમની બહાર બૉક્સ ઓફિસમાથી ફિઝિકલ ટિકીટ હાસંલ કરવી અનિવાર્ય રહેશે. જો તમે ગૃપમાં બેસવા માંગો છો, તો હાલમાં ટિકીટ લેતા સમયે સીટોને એકઠી કરવા માટે કહી શકો છો. 


 


2023માં પુરુષ હોકી વર્લ્ડકપ ભારતમાં


ઇન્ટરનેશનલ હોકી ફેડરેશને શુક્રવારે જાહેરાત કરતા કહ્યું કે, 2023ના પુરુષ હોકી વર્લ્ડકપ ભારતમાં આયોજીત કરવામાં આવશે. તે સિવાય સ્પેન અને નેધરલેન્ડ્સને 2022માં યોજાનારા મહિલા  હોકી વર્લ્ડકપની યજમાની મળી છે. નોંધનીય છે કે વર્ષ 2023માં યોજાનારા પુરુષ હોકી વર્લ્ડકપ 13 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી વચ્ચે આયોજીત કરવામાં આવશે. જ્યારે મહિલા વર્લ્ડકપ માટે 1 જૂલાઇ 2022થી 17 જૂલાઇ 2022ની તારીખ નક્કી કરાઇ છે. ભારતમાં વર્ષ 1971 બાદથી આ ચોથી તક છે જ્યારે હોકી વર્લ્ડકપની યજમાની મળી છે. ભારત સહિત ત્રણ દેશોને 2022-23 હોકી વર્લ્ડકપની યજમાની માટે પોતાની દાવેદારી રજૂ કરી હતી. એફઆઇએચ ટાસ્ક ફોર્સના તમામ દાવેદારોની સમીક્ષા બાદ કાર્યકારી બોર્ડને પોતાની ભલામણ સોંપી હતી. ત્યારબાદ વૈશ્વિક સંસ્થાએ 2023 વર્લ્ડકપની યજમાની ભારતને સોંપી હતી. ભારત માટે સ્થાનિક મેદાન પર વર્લ્ડ ચેમ્પિયન બનવાની સારી તક છે. ભારત છેલ્લે 1975માં હોકી વર્લ્ડકપમાં ચેમ્પિયન બન્યું હતું.