મુંબઇઃ આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી20 સીરીઝની અંતિમ મેચ રમાવવાની છે. ત્રણ મેચોની ટી20 સીરીઝની આજે અંતિમ અને છેલ્લી મેચ કોલકત્તાના ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં સાંજે રમાશે. જોકે, ખાસ વાત છે કે ભારતીય ટીમ શરૂઆતની બન્ને ટી20 મેચ જીતીને કીવી ટીમને સીરીઝમાં માત ચૂકી છે. આજની મેચ માત્ર ઔપચારિકતા પુરી કરવા માટેની રહેશે. આને લઇને હવે માની શકાય છે કે કેપ્ટન રોહિત શર્મા અને કૉચ રાહુલ દ્રવિડ આજે યુવાઓને તક આપીને સીનિયર ખેલાડીઓને આરામ પર મોકલી શકે છે. 


જયપુર અને રાંચી ટી20માં યુવાઓ બતાવ્યો જોશ
પ્રથમ ટી20 જયપુરમાં રમાઇ હતી, આ મેચમાં યુવા ખેલાડીઓ સૂર્યકુમાર યાદવ શાનદાર બેટિંગ અને યુવા બૉલરોએ ધારદાર બૉલિંગ કરી હતી. જ્યારે બીજી રાંચી ટી20માં પણ ભારતીય ટીમના ડેબ્યૂ ક્રિકેટર હર્ષલ પટેલે શાનદાર બૉલિંગ કરીને બધાને ચોંકાવી દીધા હતા. સીરીઝમાં યુવા ખેલાડીઓને દબદબો રહ્યો છે. 


કઇ ચેનલ પરથી થશે લાઇવ ટેલિકાસ્ટ- 
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી ટી20 સીરીઝ અને ટેસ્ટ સીરીઝની મેચો સ્ટાર સ્પોર્ટ્સની ચેનલો પરથી જોઇ શકાશે, જેમાં Star Sports 1, Star Sports 1 HD, Star Sports 3 અને Star Sports 3 HD, and DD Sports પરથી મેચનુ લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ મેચોનુ લાઇવ ટેલિકાસ્ટ સાંજે 7 વાગ્યાથી થશે.


કોને કોને મળી શકે છે તક
અવેશ ખાનને દીપક ચાહર કે ભુવનેશ્વર કુમારને સ્થાને તક મળી શકે છે. યઝવેન્દ્ર ચહલ પણ પુનરાગમન માટે દાવેદાર મનાય છે. સતત ક્રિકેટ રમતાં રહેલા પંતને આરામ આપીને મુંબઈ ઈન્ડિયન્સના યુવા વિકેટકિપર બેટસમેન ઈશાન કિશનને તકમ ળી શકે છે. આઇપીએલમાં ઓરેન્જ કેપ મેળવનારા ઋતુરાજ ગાયકવાડને તક આપવા અંગે દ્વિધાની સ્થિતિ છે. રાહુલ અને રોહિતની ઓપનિંગ જોડીમાંથી કોઈએ એકને આરામ આપીને ગાયકવાડને સમાવી શકાય તેમ છે. આ સિવાય તેને વન ડાઉન તરીકે પણ તક મળી શકે છે.


ન્યુઝીલેન્ડ સામેની સીરીઝનો સંપૂર્ણ કાર્યક્રમ- 
ટી20 સીરીઝ-
પ્રથમ ટી20, 17 નવેમ્બર, જયપુર
બીજી ટી20, 19 નવેમ્બર, રાંચી
ત્રીજી ટી20, 21 નવેમ્બર, કોલકાતા


ટેસ્ટ સીરીઝ-
પ્રથમ ટેસ્ટ, 25-29 નવેમ્બર, કાનપુર
બીજી ટેસ્ટ, 3-7 ડિસેમ્બર, મુંબઈ


ન્યુઝીલેન્ડ સામેની ટીમ ઈન્ડિયાની 16 સભ્યોની ટીમ-
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), ઈશાન કિશન (ડબ્લ્યુકે), વેંકટેશ ઐયર, યુઝવેન્દ્ર ચહલ, આર અશ્વિન, અક્ષર પટેલ, અવેશ ખાન, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ.