મુંબઈ:  ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને કોંગ્રેસના નેતા મહોમ્મદ અઝહરૂદ્દીન સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઓરંગાબાદના ટ્રાવેલ એજન્ટ મહોમ્મદ શાદાબે  અઝરુદ્દીન સામે 20 લાખ રુપિયાની છેતરપિંડી કરવાની ફરિયાદ નોંધાવી છે.

ઓરંગાબાદમાં ટ્રાવેલ એજન્ટની ફરિયાદના આધારે પોલીસે અઝહરૂદ્દીન સામે ગુનો દાખલ કર્યો છે. ફરિયાદમાં ટ્રાવેલ એજન્ટ શાદાબે કહ્યુ હતુ કે, 9 થી 12 નવેમ્બર વચ્ચે અઝહરે પોતાના માટે અને સુધીશ અવિક્કલ માટે સંખ્યાબંધ વિદેશના શહેરોમાં પ્રવાસ માટે ટિકિટ બુક કરાવીને કેન્સલ કરાવી હતી.

બંનેએ આ માટેની રકમ ચુકવવાનો વાયદો કર્યો હતો પરંતુ હજી સુધી તેમણે આ રમમ ચૂકવી નથી. આ રકમ લગભગ 20 લાખ રુપિયા સુધીની  છે.

પોલીસે કહ્યુ કે, ટ્રાવેલ એજન્ટની ફરિયાદ નોંધવામાં આવી છે પણ આ મામલામાં હજી તપાસ ચાલી રહી છે અને કોઈની ધરપકડ કરવામાં નથી આવી.