વ્યસ્ત શેડ્યૂલને લઈ ભડક્યો કોહલી, કહ્યું- હવે તો સીધા સ્ટેડિયમમાં લેન્ડિંગ કરીને જ રમવું પડશે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 23 Jan 2020 02:46 PM (IST)
કોહલીએ પ્રથમ ટી-20ના એક દિવસ પહેલા કહ્યું, અમે એવી પરિસ્થિતિની નજીક પહોંચી રહ્યા છીએ જ્યાં સીધા જ સ્ટેડિયમ પર લેન્ડિંગ કરીને રમવું પડશે. કાર્યક્રમ એટલો વ્યસ્ત થઈ ગયો છે કે અલગ ટાઇમ ઝોન વાળા દેશમાં આવીને તરત તેમાં ઢળવું સરળ નથી હોતું.
નવી દિલ્હીઃ ભારત પાંચ મેચની ટી-20 સીરિઝની પ્રથમ મેચ આવતી કાલે ન્યૂઝીલેન્ડ સામે રમશે. પાંચ દિવસ પહેલા જ ભારતમાં ઓસ્ટ્રેલિયા સામે વન ડે શ્રેણી સમાપ્ત થઈ છે અને તે બાદ ગણતરીના કલાકોમાં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ રવાના થઈ હતી. જેને લઈ આજે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ગુરુવારે કહ્યું કે, ક્રિકેટરો હવે એવી સ્થિતિની નજીક પહોંચી ગયા છે કે તેમણે સ્ટેડિયમ પર જ ઉતરીને રમવાનું શરૂ કરવું પડશે. કોહલીએ પ્રથમ ટી-20ના એક દિવસ પહેલા કહ્યું, અમે એવી પરિસ્થિતિની નજીક પહોંચી રહ્યા છીએ જ્યાં સીધા જ સ્ટેડિયમ પર લેન્ડિંગ કરીને રમવું પડશે. કાર્યક્રમ એટલો વ્યસ્ત થઈ ગયો છે કે અલગ ટાઇમ ઝોન વાળા દેશમાં આવીને તરત તેમાં ઢળવું સરળ નથી હોતું. મને વિશ્વાસ છે કે ભવિષ્યમાં આ બાબતોનું ધ્યાન રખાશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સતત રમવાનું હોય છે તેથી આવી બાબતો સરળ નથી હોતી. કોહલીએ કહ્યું કે ,અમારી માટે અહીંયા રમવું સરળ હશે. કારણકે ન્યૂઝીલેન્ડમાં ક્રિકેટરોને બીજા દેશોની જેમ માથા પર નથી બેસાડવામાં આવતા. તેથી અહીંયા રમતનો પૂરો આનંદ માણી શકાશે. ભારત v ન્યૂઝીલેન્ડ ટી-20 સીરીઝ કાર્યક્રમ પ્રથમ ટી20, 24 જાન્યુઆરી, ઇડન પાર્ક-ઓકલેન્ડ, બપોરે 12.30 કલાકે બીજી ટી20, 26 જાન્યુઆરી, ઇડન પાર્ક-ઓકલેન્ડ, બપોરે 12.30 કલાકે ત્રીજી ટી20, 29 જાન્યુઆરી, સેડન પાર્ક-હેમિલ્ટન, બપોરે 12.30 કલાકે ચોથી ટી20, 31 જાન્યુઆરી, વેસ્ટ પેક સ્ટેડિયમ-વેલિંગ્ટન, બપોરે 12.30 કલાકે પાંચમી ટી20, 02 ફેબ્રુઆરી, બે ઓવલ-માઉન્ટ માઉન્ગનઇ, બપોરે 12.30 કલાકે દિલ્હી વિધાનસભા ચૂંટણીઃ ગુજરાત કોંગ્રેસના કયા કયા નેતાઓ કરશે પ્રચાર, જાણો વિગતે મલાઈકાને પૂછ્યું માખણ શેમાંથી બને છે?, તો એક્ટ્રેસે આપ્યો આવો જવાબ