7 એપ્રિલે શરૂ થશે IPL-11,મેચના સમયમાં આ વખતે મોટા ફેરફાર, જાણો
આઈપીએલ 2018 માટે ખેલાડીઓની હરાજી 27 અને 28 જાન્યુઆીએ બેંગલુરુમાં થશે. તેમાં 578 ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવશે. આઈપીએલમાં જે 578 ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવી રહી છે, તેમાં 360 ખેલાડીઓ ભારતીય છે. આઈપીએલ 2018ની ફાઇલ મેચ 27મી મેમાં મુંબઈમાં રમાશે. આઈપીએલની અત્યાર સુધીની 10 સિઝનમાં મુંબઈ ઇન્ડિયન્સે સૌથી વધુ ત્રણ વાર ટ્રોફી જીતી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆઈપીએલ કમિશનર રાજીવ શુક્લાએ આ જાણકારી આપી છે. શુક્લાએ કહ્યું છે કે, 6 એપ્રિલે લીગની ઓપનિંગ સેરેમની યોજાશે, જ્યારે 7 એપ્રિલે પ્રથમ મેચ રમાશે.
આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે મેચના સમયની શરૂઆત અંગે મોટો નિર્ણય કર્યો છે. સાંજે 4 અને 8 વાગ્યે શરૂ થનારી મેચનો સમય બદલાઈ ગયો છે. રાજીવ શુક્લાએ કહ્યું છે કે, રાતે 8 વાગ્યે શરૂ થનારી મેચનું સીધું પ્રસારણ હવે 7 વાગ્યે થશે, જ્યારે 4 વાગ્યાની મેચ હવે સાંજે 5.30 વાગ્યે રમાશે.
બે વર્ષના પ્રતિબંધ બાદ ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ આ લીગમાં કમબેક કરી રહી છે. આ સાથે જ બે સિઝન માટે લીગમાં સામેલ થયેલી ગુજરાત લાયન્સ અને રાઇજિંગ પુણે સુપરજાયન્ટ્સ હવે લીગનો ભાગ નહિ હોય. કિંગ્સ ઇલેવન પંજાબ તેની ચાર ઘરેલુ મેચ મોહાલીમાં અને ત્રણ મેચ ઇન્દોરમાં રમશે. જ્યારે રાજસ્થાન રોયલ્સની ઘરેલુ મેચો પર નિર્ણય 24 જાન્યુઆરીએ રાજસ્થાન હાઈ કોર્ટના નિર્ણય બાદ આવશે.
નવી દિલ્લી: IPL-11 શરૂઆતની તારીખની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે આઈપીએલ 7 એપ્રિલે શરૂ થશે જે 27 મે સુધી ચાલશે. ખાસ વાત એ છે કે આ વખતે આઈપીએલની મેચના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -