આવતીકાલથી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ, ક્યાં રમાશે ને ક્યાથી થશે 5 ટેસ્ટ મેચોનું લાઇવ ટેલિકાસ્ટ, જાણો વિગતે
આ મેચોનુ લાઇવ, મેચની ઇગ્લિંશ કૉમેન્ટ્રી Sony Six અને Sony Six Hd પર થશે, જ્યારે SONY TEN 3 અને SONY TEN 3 HD પર હિન્દીમાં કૉમેન્ટ્રી પ્રસારિત થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટ મેચ 7 સપ્ટેમ્બર શુક્રવારથી 11 સપ્ટેમ્બર મંગળવાર સુધી રમાશે. આ મેચનું લાઇવ બ્રૉડકાસ્ટિંગ લંડનના કેનિંગટન ઓવેલમાંથી બપોરે 3.30 કલાકે કરાશે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચ 30 ઓગસ્ટ ગુરુવારે શરૂ થશે અને 3જી સપ્ટેમ્બર સોમવાર સુધી રમાશે. આ મેચનું બપોરે 3.30 કલાકે સાઉથેમ્પસનના ધ રૉઝ બૉલમાંથી લાઇવ બ્રૉડકાસ્ટિંગ કરાશે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ 18 ઓગસ્ટ શનિવારથી 22 ઓગસ્ટ બુધવાર સુધી રમાશે. આ મેચ ભારતીય સમયાનુસાર બપોરે 3.30 કલાકે લાઇવ થશે. મેચ નૉટિંઘમના ટ્રેન્ટબ્રિજમાં રમાશે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ 9 ઓગસ્ટ ગુરુવારથી 13 ઓગસ્ટ સોમવાર સુધી રમાશે. આ મેચનું લાઇવ બ્રૉડકાસ્ટિંગ પણ બપોરે 3.30 કલાકે કરાશે. મેચ લંડનના લોર્ડ્સ ગ્રાઉન્ડમાં રમાશે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની સીરીઝની પ્રથમ ટેસ્ટ મેચ 1 લી ઓગસ્ટ બુધવારથી 5 ઓગસ્ટ રવિવાર સુધી રમાશે. આ મેચનું જીવંત પ્રસારણ બર્મિંઘમના એડ્ઝબેસ્ટૉનમાંથી બપોરે 3.30 કલાકે કરાશે.
ઉલ્લેખનીય છે કે, ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન 3 મેચોની ટી-20 સીરિઝમાં 2-1થી જીત મેળવી હતી જ્યારે 3 મેચોની વનડે સીરિઝમાં 2-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે આ ટેસ્ટ સીરિઝ બન્ને દેશો માટે મહત્વની છે.
નવી દિલ્હીઃ ભારત હાલ ઇંગ્લેન્ડના પ્રવાસે છે, આવતીકાલથી ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ મેચ રમવા મેદાનમાં ઉતરશે. બન્ને દેશો વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સીરિઝ રમાવવાની છે. આ પાંચેય મેચો ક્યાં રમાશે અને ક્યારે લાઇવ ટેલિકાસ્ટ થશે તેની માહિતી આપવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -