10 ઓગસ્ટથી બંધ થઈ શકે છે તમારું Twitter એકાઉન્ટ! ભૂલથી પણ ન કરતા આ કામ
નવી દિલ્હીઃ માઈક્રોબ્રોલિંગ સાઈટ ટ્વીટર 10 ઓગસ્ટથી લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન અભદ્ર ભાષનો ઉપયોગ કરનાર વ્યક્તિનું એકાઉન્ટ બ્લોક કરી શકે છે. ટ્વીટર અનુસાર કંપની સતત અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર વ્યક્તિઓના ખાતાની સમીક્ષા કરી રહી છે અને તને બંધ કરીને પોતાના દિશાનિર્દેશોને વધારે આક્રમક રીતે લાગુ કરશે.
પેરિસ્કોપ બ્લોગપોસ્ટ અનુસાર, એક સુરક્ષિત સેવા બનાવવાના અમારા પ્રયત્નના ભાગરૂપે અમે લાઈવ પ્રસારણ દરમિયાન મોકલવામાં આવેલ ચેટ સંબંધિત અમારા દિશાનિર્દેશોને વધારે આક્રમક રીતે શરૂ કરીએ છીએ. પોસ્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, પેરિસ્કોપ સમુદાયના દિશાનિર્દેશ પેરિસ્કોપ અને ટ્વીટરના તમામ પ્રસારણ પર લાગૂ થશે. હજુ પણ કોઈ વ્યક્તિ અભદ્ર ભાષાનો ઉપયોગ થયું હોવાનું જણાવશે તો તેને પેરિસ્કોપ કેટલાક અન્ય યૂઝર્નસે પસંદ કરસે જે ટિપ્પણીની સમીક્ષા કરીને જણાવશે કે ટિપ્પણી અભદ્ર છે કે નહીં.
પેરિસ્કોપ બ્લોગપોસ્ટે કહ્યું, અમે 10 ઓગસ્ટથી બ્લોક એકાઉન્ટનું રિવ્યૂ કરીને એ જોઈશું કે શું તે સતત અમારા દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. જો તમે પણ આ પ્રકારની ચેટ જુઓ છો અને તે અમારા દિશાનિર્દેશોનું ઉલ્લેઘન કરતું હોય તો અમને તેની જાણ કરો.