નવી દિલ્હી: ફીફાએ 2022 ફૂટબોલ વિશ્વકપની ઓપનિંગ મેચ અને ફાઈનલ મેચની તારીખોની જાહેરાત કરી દીધી છે. પ્રથમ મુકાબલો આયોજક દેશ કતર રમશે.

ફૂટબોલ વર્લ્ડકપનો પ્રથમ મુકાબલો 21 નવેમ્બર 2022ના રોજ રમાશે. આ મેચ અલ બાયત સ્ટેડિયમમાં રમાશે. આ સ્ટેડિયમમાં લગભગ 60 હજાર દર્શકો બેસીને જોઈ શકે તેવી વ્યવસ્થા છે. 2022ના કતર વિશ્વ કપ માટે ટિકિટોનું વેચાણ આ વર્ષના અંત સુધીમાં શરુ થઈ જશે.

ફાઈનલ મેચ 18 ડિસેમ્બરેના રોજ રમાશે. ફાઈનલના એક દિવસ પહેલા 17 ડિસેમ્બરના રોજ થર્ડ પ્લેસ પ્લે ઓફ મેચ રમાશે.

ઉલ્લેખનીય છે કે, બે વર્ષ પહેલા આજના દિવસેજ એટલે કે 15 જુલાઈના રોજ રશિયાના લુઝનિકી સ્ટેડિયમમાં 2018 ફૂટબોલ મેચ રમાઈ હતી. જેમાં ફ્રાન્સની ટીમ ક્રોએશિયાને હરાવીને ફાઈનલ મેચ જીતી હતી. ઠીક બે વર્ષ બાદ 15 જુલાએ જ આગામી વર્લ્ડકપની ફાઈનલ અને ઓપનિંગ મેચની તારીખની જાહેરાત કરવામાં આવી છે.