Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
ફૂટબોલના મહાકુંભ ફિફા વર્લ્ડ કપનું કેટલા દેશોમાં થશે પ્રસારણ ? જાણો ક્યાં જોઈ શકાશે લાઈવ સ્ટ્રિમિંગ
નવી દિલ્હીઃ ફૂટબોલના મહાકુંભ ગણાતા ફિફા વર્લ્ડ કપના પ્રારંભને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. 21માં ફિફા વર્લ્ડ કપની શરૂઆત 14 જૂનથી રશિયાના મોસ્કોમાં થશે. 32 દિવસ સુધી ચાલનારી આ મેગા ઇવેન્ટમાં વિશ્વભરની 32 ટીમો સામેલ થશે. રશિયાના 11 શહેરોમાં આ મુકાબલા યોજાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App32 ટીમોને આઠ ગ્રુપમાં વહેંચવામાં આવી છે. એક ગ્રુપમાં ચાર ટીમો હશે. દરેક ગ્રુપની ટોચની બે ટીમો સીધી જ નોકઆઉટ સ્ટેજમાં પહોંચશે. ફીફા વર્લ્ડ કપની સેમીફાઇનલ 11 અને 12 જુલાઈના રોજ રમાશે. ફાઇનલ 15 જુલાઈના રોજ રમાશે. 100થી વધારે દેશોમાં તેનું લાઇવ ટેલિકાસ્ટ થશે.
આ વખતે સોની સ્પોર્ટ્સ નેટવર્કને ફીફા વર્લ્ડ કપના બ્રોડકાસ્ટ અધિકાર મળ્યા છે. ભારતમાં આ મુકાબલા સોની ટેન 2 HD અને સોની ટેન 3 HD પર દર્શાવાશે. આ ઉપરાંત સોની લાઇવ એપ અને SonyLiv.com પર મેચનું લાઇવ સ્ટ્રીમિંગ થશે. વિદેશમાં ત્યાંની સ્પોર્ટ્સ ચેનલો પરથી લાઇવ પ્રસારણ કરવામાં આવશે.
211 દેશોના કુલ 27 કરોડ લોકો ફૂટબોલ રમે છે. એટલેકે વિશ્વની કુલ વસતીના 6 લોકો ફૂટબોલ રમે છે. યુરોપ અને લેટિન અમેરિકામાં દર 6માંથી 1 વ્યક્તિ ફૂટબોલર છે.
ગત વખતની ચેમ્પિયન જર્મની તેના અભિયાનની શરૂઆત મેક્સિકો સામે 17 જૂનથી કરશે. ફૂટબોલ ઈતિહાસમાં 5 વખત ખિતાબ જીતનારી સૌથી સફળ ટીમ બ્રાઝીલ પ્રથમ મેચ સ્વિત્ઝર્લેન્ડ સામે રમશે. આ વખતે સ્પેન, ફ્રાંસ, ઇંગ્લેન્ડ, પોર્ટુગલ, આર્જેન્ટીના અને બેલ્જિયમની નજર પણ ખિતાબ પર રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -