નવી દિલ્હીઃ હાલ કેનેડમાં રમાઇ રહેલી ગ્લોબલ ટી20 લીગ ચર્ચામાં છે. આ દરમિયાન આસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન ડિન જોન્સે તેની ઓલ ટાઇમ T20 ઈલેવન પસંદ કરી છે. જેમાં ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં ન રમેલા ખેલાડીને પણ સામેલ કરવામાં આવ્યા છે. જોન્સે ટીમ પસંદ કરતી વખતે જરૂર પડે તે નંબર પર રમી શકે તેવા ખેલાડીને ટીમમાં સ્થાન આપ્યું છે.




જોન્સે પસંદ કરેલી ટીમમાં ક્રિકેટના ભગવાન ગણાતા ભારતના પૂર્વ બેટ્સમેન સચિન તેંડુલકર અને ટીમ ઈન્ડિયાના વર્તમાન કેપ્ટન વિરાટ કોહલીને સ્થાન મળ્યું નથી. ભારતમાંથી માત્ર મહેન્દ્ર સિંહ ધોનીને જ જોન્સની ટીમમાં સ્થાન મળ્યું છે.



જોન્સે પસંદ કરેલી ટીમમાં ઓસ્ટ્રેલિયાના મેથ્યુ હેડન અને વેસ્ટ ઈન્ડિઝના ગોર્ડન ગ્રીનીઝનો ઓપનિંગ બેટ્સમેન તરીકે સમાવેશ કરાયો છે. ત્રીજા નંબર પર વેસ્ટ ઈન્ડિઝના વિવ રિચાર્ડ્સની પસંદગી કરી છે. બ્રાયન લારા, માર્ટિન ક્રો, ઇયાન બોથમનો મિડલ ઓર્ડર બેટ્સમેન તરીકે સમાવેશ કરાયો છે. વિકેટકિપર બેટ્સમેન તરીકે ટીમ ઈન્ડિયાને 2007નો ટી20 અને 2011નો વર્લ્ડકપ જીતાડનારા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને સામેલ કર્યો છે.


બોલિંગમાં વસીમ અક્રમ, શેન વોર્ન, કર્ટ્લી એમ્બ્રોસ અને જોઅલ ગાર્નરને સ્થાન મળ્યું છે.

IND vs WI: આજે બીજી વન ડે, આ ખેલાડી કરી શકે છે ડેબ્યૂ, જાણો વિગત

સુરેશ રૈનાએ  ઘૂંટણ સર્જરી બાદ આપ્યું મોટું નિવેદન, કહી આ વાત, જાણો વિગતે