ઓસ્ટ્રેલિયાના આ પૂર્વ ધાકડ બેટ્સમેને કરી વિરાટ કોહલીની પ્રસંશા, પછી કહ્યું- આપણુ ડિનર ઉધાર રહ્યું....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફૉક્સ ક્રિકેટ પર બહુજ જલ્દી વિરાટ કોહલીનું ઇન્ટરવ્યુ આવનાર છે અને તેની જાણકારી ગિલક્રિસ્ટે આપી છે. કોહલીએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર પાંચ સદી (2011-12માં એક અને 2014માં ચાર) લગાવી છે. ઓસ્ટ્રેલિયામાં વિરાટનો રેકોર્ડ શાનદાર રહ્યો, આ સિવાય વિરાટ કોહલી હાલમાં ખુબ જ ફોર્મમાં ચાલી રહ્યો છે.
નવી દિલ્હીઃ હાલમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે, આગામી 21 નવેમ્બરથી બન્ને ટીમો ટી20 સીરીઝથી એકબીજા સામે ટકરાશે. આ દરમિયાન ફૂલ ફોર્મમાં ચાલી રહેલા ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની પ્રસંશા હવે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ધાકડ અને વિસ્ફોટક બેટ્સમેન ગિલક્રિસ્ટે પણ કરી છે.
ત્રણ મેચોની ટી-20 સીરીઝ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની ટેસ્ટ સીરીઝ પણ રમાવાની છે અને તેના પછી જાન્યુઆરીમાં ત્રણ મેચોની વન-ડે સીરીઝ સાથે આ પ્રવાસનો અંત આવશે.
વિરાટનું ઇન્ટરવ્યૂ લીધા બાદ ગિલક્રિસ્ટે તેની સાથે ફોટો શેર કરતાં એક મેસેજ પણ લખ્યો. ગિલક્રિસ્ટે લખ્યુ- 'આ મહાન ખેલાડીની સાથે બેસવાનો મોકો મળ્યો, વિચારવા વાળા, ઉંડી સમજ ધરાવનારા અને પોતાના પર ગજબનો આત્મવિશ્વાસ રાખનારા આ શાનદાર ખેલાડીની સાથે સમય વિતાવવો ખાસ રહ્યો. આભાર વિરાટ કોહલી, મારા પર તારુ એક ડિનર ઉધાર રહ્યું.'
ઓસ્ટ્રેલિયામાં કેપ્ટન કોહલીએ ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટ સાથે મુલાકાત કરી. ખરેખરમાં ગિલક્રિસ્ટે વિરાટ ફૉક્સ ક્રિકેટ માટે વિરાટ કોહલીનું ઇન્ટરવ્યૂ લીધુ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -