નવી દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતના 127 એથ્લેટ ભાગ લેવા માટે જાપાનની રાજધાની ટોકિયામાં ગયા છે. મહિલા વેટલિફ્ટર મીરાબાઇ ચાનૂએ 49 કિલોગ્રામ ભારવર્ગમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે, એટલે ભારતનું 32માં ઓલિમ્પિક્સ ખાતુ ખુલી ગયુ છે. બીજીબાજુ ભારતના પાડોશી દેશના ફક્ત 10 એથ્લીટ ભાગ લઇ રહ્યાં છે, અને આ વાતથી પાકિસ્તાનનો જ પૂર્વ ક્રિકેટર ઇમરાન નઝીર નારાજ થયો છે. તેને પોતાના દેશને આડેહાથે લીધો છે.
ઓપનિંગ સેરેમનીમાં ક્રિકેટ ટીમથી પણ ઓછી સંખ્યા જોઇને ઇમરાન નઝીર પોતાના જ દેશ પાકિસ્તાન પર ગુસ્સે થઇ ગયો છે. તેને ટ્વીટર પર 2012 અને 2021ની તસવીર શેર કરતા લખ્યું- આ ખરેખરમાં દુઃખદ છે. 220 મિલિયન વસ્તીવાળા દેશમાંથી ફક્ત 10 એથ્લીટ. રમતમાં પાકિસ્તાનની આ હાલ માટે જવાબદાર દરેકને શરમ આવવી જોઇએ. ઉલ્લેખનીય છે કે રિયો ઓલિમ્પિક્સ 7 એથ્લીટોને ક્વૉલિફાય કર્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે 2012 લંડન ઓલિમ્પિક્સમાં પાકિસ્તાનના 21 એથ્લીટોએ ભાગ લીધો હતો. જ્યારે સૌથી વધુ 1956 મેલબોર્ન ઓલિમ્પિક્સમાં 62 એથ્લીટોએ ક્વાલિફાય કર્યુ હતુ. રોચક વાત એ છે કે ઓલિમ્પિક્સમાં પાકિસ્તાનના કુલ મળીને 10 મેડલ જ છે. આમાં 3 ગૉલ્ડ, 3 સિલ્વર અને 4 બ્રૉન્ઝ મેડલ સામેલ છે.
1992 બાદથી નથી જીત્યુ કોઇ મેડલ-
રેકોર્ડ લિસ્ટ પર નજર નાંખીએ તો પાકિસ્તાને છેલ્લીવાર મેડલ 1992 બાર્સિલોના ઓલિમ્પિક્સમાં જીત્યુ હતુ. ત્યારે પુરુષ હૉકી ટીમે બ્રૉન્ઝ મેડલ પોતાના નામે કર્યુ હતુ. ત્યારબાદ પાકિસ્તાનનુ ખાતુ આ રમતોના મહાકુંભમાં નથી ખુલ્યુ.
Tokyo Olympics: હોકીમાં ભારતે સ્પેનને 3-2થી આપી હાર, આ ખેલાડી રહ્યા જીતના હીરો---
Tokyo Olympics 2020: ટોક્યો ઓલિમ્પિકનો આજે પાંચમો દિવસ છે. મંગળવારે ભારતની મંગળ શરૂઆત થઈ છે. હોકીના મુકાબલામાં ભારતે સ્પેનને 3-0થી હાર આપી હતી. ભારતે આજની મેચમાં જોરદાર પ્રદર્શન કરીને સ્પેનને હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાના આક્રમણ અને મજબૂત ગોલ ડિફેન્સ સામે હરીફ ટીમ ખાસ દેખાવ કરી શકી નહોતી.
આ ખેલાડી રહ્યા જીતના હીરો-
ભારતની જીતમાં રૂપિંદર પાલ, સિમરનજીતે મહત્વૂપ્ણ ભૂમિકા નીભાવી હતી, રૂપિંદરપાલે બે અને સિમરનજીતે એક ગોલ કર્યો હતો. આ પહેલા ભારતની બીજી હોકી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 7-1થી ભૂંડી હાર થઈ હતી. પ્રથમ મેચમાં ભારતીય ટીમે ન્યૂઝિલેન્ડને 3-2થી હાર આપી હતી.
મેડલ ટેલીમાં ભારત કેટલામાં ક્રમે
અમેરિકા 8 ગોલ્ડ, 3 સિલ્વર અને 8 બ્રોન્ઝ સહિત કુલ 19 મેડલ સાથે પ્રથમ ક્રમે છે. જ્યારે ચીન 7 ગોલ્ડ, 4 સિલ્વર, 7 બ્રોન્ઝ મળી કુલ 18 મેડલ સાથે બીજા ક્રમે છે. ભારત એક સિલ્વર મેડલ સાથે 39મા ક્રમે છે.