કાશ્મીરમાં આર્મી સાથે જોડાશે ધોની, નિભાવશે આ મોટી અને સૌથી મહત્ત્વપૂર્ણ જવાબદારી!
abpasmita.in | 25 Jul 2019 02:30 PM (IST)
સેનાની સાથે રહેતા ધોની પેટ્રોલિંગ, ગાર્ડ અને પોસ્ટની ડ્યૂટી સંભાળશે.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના દિગ્ગજ અને પૂર્વ કેપ્ટન ધોની ફરી એક વખત આર્મીની વર્દીમાં દેશની રખેવાળી કરતાં જોવા મળશે. ટીમ ઇન્ડિયામાંથી બે મહિનાનો બ્રેક લઈને દેશની રક્ષા માટે જનાર ધોનીને લઈને લેટેસ્ટ માહિતી સામે આવી છે. ધોની આ મહિનાની અંતિમ તારીખ એટલે કે 31 જુલાઈથી 106 ટેરિટોરિયલ આર્મી બટાલિયન (પૈરા)ની સાથે કાશ્મીરમાં જોડાશે. ટીમ ઇન્ડિયામાં લેફ્ટનન્ટ કર્નલ (માનદ ઉપાધિ)થી સન્માનિત એમએસ ધોની વિસે જાણકારી આપવામાં આવી છે કે, તે પૈરા રેજિમેન્ટનો હિસ્સો હશે. ધોની 31 જુલાઈથી લઈને 15 ઓગસ્ટ સુધી 106 ટેરિટોરિયલ આર્મી બટાલિયન (પૈરા)ની સાથે રહેશે. સેનાની સાથે રહેતા ધોની પેટ્રોલિંગ, ગાર્ડ અને પોસ્ટની ડ્યૂટી સંભાળશે. આ દરમિયાન તે પૂરો સમય જવાનોની સાથે જ રહેશે. તે આ સમયે કાશ્મીરમાં વિક્ટર ફોર્સનો હિસ્સો હશે. તમને જણાવીએ કે, વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાની હાર બાદ વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ પહેલા જ સમાચાર આવ્યા હતા કે તે વિન્ડિઝ પ્રવાસ પર નહીં જાય અને આગામી થોડ સમય દેશની સેનામાં સેવા કરવા માગે છે. બાદમાં બીસીસીઆઈ ધોનીને આરામ આપ્યો અને તેને સેના સાથે દેશની સેવા કરવાનો નિર્ણય કર્યો.