BCCI અધ્યક્ષ બની શકે છે ટીમ ઈન્ડિયાનો આ ‘દબંગ’ ખેલાડી, જાણો વિગત
જો ગાંગુલી ભારતીય ક્રિકેટ બોર્ડનો અધ્યક્ષ બનશે તો 2 વર્ષ બાદ તેણે આ પદ છોડવું પડશે. કારણકે નવા નિયો મુજબ સતત 6 વર્ષ સુધી કોઈ વ્યક્તિ બોર્ડમાં પદ પર રહી શકે નહીં. સૂત્રોના જણાવ્યા મુજબ, જો સૌરવ સામે કોઈ ઉમેદવાર નહીં હોય તો જ તે અધ્યક્ષ પદની ચૂંટણી લડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલ ગાંગુલી બંગાળ ક્રિકેટ એસોસિએશનનો અધ્યક્ષ છે. આ ઉપરાંત બીસીસીઆઈની ટેક્નિકલ કમિટી, ક્રિકેટ એડવાઇઝરી કમિટી અને આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલનો સભ્ય પણ છે. ગાંગુલી છેલ્લા 4 વર્ષથી આ સંસ્થાઓ સાથે સંકળાયેલો છે. તેથી બીસીસીઆઈના અધ્યક્ષ પદ માટે પ્રથમ પસંદગી હોઈ શકે છે. જોકે આ માટે તેણે પહેલા બંગાળ ક્રિકેટ એસોસિએશનનું અધ્યક્ષ પદ છોડવું પડશે.
છેલ્લા થોડા મહિનાઓથી ભારતીય ક્રિકેટ બોર્ડના તંત્રને લઈ થોડો વિવાદ છે. આ સ્થિતિમાં ભારતીય બોર્ડની નજર અધ્યક્ષ પદ માટે બોર્ડની છબી સુધારી સાથે અને મેનેજમેન્ટને સારી રીતે સંભાળી શકે તેવા વ્યક્તિ પર હતી. આ સ્થિતિમાં સૌરવ ગાંગુલી ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ પદ માટે મજબૂત દાવેદાર બનીને આવ્યો છે.
કોલકાતાઃ પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી ભારતીય ક્રિકેટ બોર્ડના આગામી સર્વેસર્વા હોઈ શકે છે. અહેવાલ મુજબ ગાંગુલી બીસીસીઆઈના અધ્યક્ષ બની શકે છે. સુપ્રિમ કોર્ટ દ્વારા જસ્ટિસ આરએમ લોઢા સમિતિની કેટલીક ભલામણોને અલગ કરવા અને કેટલાક ફેરફાર સાથે નવા બંધારણને મંજૂરી આપવાના કારણે ગાંગુલીનો અધ્યક્ષ બનવાનો માર્ગ મોકળો થઈ ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -