ઈમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ નહીં થાય સુનીલ ગાવસ્કર, આપ્યું આ કારણ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 11 Aug 2018 04:00 PM (IST)
1
ગાવસ્કરે જણાવ્યું કે, એક ક્રિકેટર હોવાના કારણે ઇમરાન ખાન અનેક વખત ભારત આવ્યા. તે ભારતને સમજે છે. તેથી ભારત-પાકિસ્તાન સંબંધો સુધરવાની મને પૂરી આશા છે.
2
પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફના ચીફ ઇમરાન ખાન 18 ઓગસ્ટના રોજ વડાપ્રધાન પદના શપથ લેશે. જેમાં સામેલ થવા ઈમરાન ખાને તેના મિત્ર અને ક્રિકેટર સુનીલ ગાવસ્કરેને આમંત્રણ આપ્યું હતું.
3
સુનીલ ગાવસ્કરે શપથ ગ્રહણમાં ન જવા માટે ઈંગ્લેન્ડમાં ચાલી રહેલી ટેસ્ટ શ્રેણી દરમિયાન પોતાનો વ્યસ્ત કાર્યક્રમ ગણાવ્યો. ગાવસ્કરે ઈમરાન ખાનને ફોન કરીને વાતની જાણ કરવા સાથે જીત માટે અભિનંદન પણ આપ્યા.
4
લોર્ડ્સઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર પાકિસ્તાનના ભાવિ વડાપ્રધાન ઈમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ નહીં થાય. ગાવસ્કરે ખુદ ઇમરાન ખાનને ફોન કરીને જાણકારી આપી છે.