ભારતીય ક્રિકેટ ટીમના આ પૂર્વ દિગ્ગજ ખેલાડીનું 77 વર્ષની વયે નિધન
વાડેકરને પોતાના હોમ ગ્રાઉન્ડ મુંબઈમાં જ ટેસ્ટ કેપ મળી હતી. વાડેકરે 37 ટેસ્ટની 71 ઈનિંગમાં 2113 રન બનાવ્યા હતા. પોતાના ટેસ્ટ કેરિયરમાં તેમણે 1 સદી અને 14 અડધી સદી ફટકારી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅજીત વાડેકરના ક્રિકેટ કારકિર્દીની વાત કરીએ તો તેમણે 1958-59માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. તેના 8 વર્ષ પછી તેમને ટીમ ઈન્ડિયામાં ડેબ્યુ કરવાની તક મળી. તેમણે 1966માં વેસ્ટ ઈન્ડીઝની સામે પોતાની પહેલી ટેસ્ટ રમી હતી.
ભારતે તેમની કેપ્ટનશિપમાં વર્ષ 1971માં ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડીઝની ટીમોને ટેસ્ટમાં હરાવી હતી. ભારતીય ક્રિકેટ ટીમે વાડેકરની કેપ્ટનશિપમાં 24 ઓગસ્ટ, 1971એ ઈંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું હતું. આ ઈંગ્લેન્ડની ધરતી પર ભારતની પહેલી ટેસ્ટ જીત હતી.
નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને પૂર્વ ચીફ સિલેક્ટર અજીત વાડેકરનું મુંબઈમાં નિધન થઈ ગયું છે. તે 77 વર્ષના હતા. વાડેકર વિતેલા ઘણાં સમયથી બીમાર ચાલી રહ્યા હતા. 1 એપ્રિલ 1941ના રોજ મુંબઈમાં જન્મેલ વાડેકરે મુંબઈના જસપોલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. વાડેકર પોતાના સમયના બેસ્ટ લેફ્ટ હેન્ડેડ બેટ્સમેનોમાં સામેલ હતા. તેમણે ભારત માટે 37 ટેસ્ટ મેચ અને 2 વન-ડે રમી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -