મોત સામે જંગ લડી રહ્યો છે ટીમ ઇન્ડિયાનો આ પૂર્વ ક્રિકેટર, સારવાર માટે રૂપિયા પણ નથી
પૂર્વ બીસીસીઆઈ અધિકારી અને વડોદરા ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી સંજય પટેલે જણાવ્યું કે, જ્યારે મને એક્સિડન્ટ વિશે ખબર પડી હું જેકબના પરિવારને શક્ય એ મદદ કરવાનો પ્રયાસ કર્યો. મેં કેટલાક લોકો સાથે વાતચીત કરી, જેમાં વડોદરાના મહારાજ સમરજીતસિંહ ગાયકવાડે 1 લાખ રૂપિયા ડોનેટ કર્યા. આ ઉપરાંત 5 લાખ રૂપિયા બીજા એકત્ર કર્યા.
માર્ટિનની પત્નીએ હાલમાં જ BCCI પાસે મદદ માંગી છે, જેથી તેમની સારવારનો ખર્ચ ઓછો થઈ જશે. તેમનો પરિવાર 5 લાખ રૂપિયા ખર્ચ કરી ચૂકી છે અને ત્યારબાદ બીસીસીઆઈએ અન્ય સ્કીમ હેઠળ વધુ 5 લાખ રૂપિયા આપ્યા છે.
46 વર્ષીય માર્ટિન ભારત માટે 10 વનડે રમી ચૂક્યા છે. 28 ડિસેમ્બરે સ્કૂટર પર જતી વખતે તેમનો અકસ્માત થયો હતો. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આ દરમિયાન તેમને લિવર અને ફેફસાની સારવાર થઈ રહી હતી અને ત્યારથી તે વેન્ટિલેટર પર છે.
વડોદરાઃ અકસ્માતને કારણે મુશ્કેલ સ્થિતિમાં આવેલ ભારતીય ટીમના પૂર્વ ખેલાડી જેકબ માર્ટિનના પરિવારે તેની સારવાર માટે રૂપિયા આપવાની અપીલ કરી છે. માર્ટિનની હાલમાં વડોદરાની હોસ્પટિલમાં સારવાર ચાલી રહી છે અને તે હાલમાં લાઈફ સપોર્ટ પર છે.