ICC વર્લ્ડ કપ-2019ના પોતાની અંતિમ મેચમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમે શુક્રવારે બાંગ્લાદેશને પરાજય આપ્યો હતો આ સાથે સેમિફાઈનલનું સપનું ચકનાચુર થઈ ગયું હતું. આ અવસર પર ટીમના સીનિયર ક્રિકેટર શોએબ મિલકે સંન્યાની જાહેરાત કરી છે. શોએબ મલિકે કહ્યું હતું કે, હવે હું વન-ડે ક્રિકેટમાંથી સંન્યાસ લઈ રહ્યો છું. ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાનાં પતિએ નિવૃત્તિ જાહેર કરી દીધી છે.

શોએબ મલિકે કહ્યું હતું કે, હું વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ રહ્યો છું. મેં કેટલાંક વર્ષ પહેલા જ નિર્ણય લઈ લીધો હતો કે હું આ વર્લ્ડ કપમાં પાક. ટીમની છેલ્લી મેચમાં નિવૃત્ત થઈશ. હવે હું મારા પરિવાર સાથે વધુ સમય પસાર કરી શકીશ તથા ટી20 પર વધુ ધ્યાન આપી શકીશ.

શોએબ મલિકે વન-ડે ક્રિકેટમાં 9 સદી, 44 અડધી સદી સાથે 7534 રન તથા 158 વિકેટ હાંસલ કરી હતી. પાક ક્રિકેટરે 1999માં આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું.

20મી સદીમાં ડેબ્યુ કરનાર ટોચના ખેલાડીઓમાં સામેલ હતો જે આજે પણ ક્રિકેટ રમી રહ્યો છે. વર્લ્ડ કપ 2019માં તેનું પ્રદર્શન બહુ જ સારું રહ્યું નહોતું અને તે પ્રભાવ છોડી શક્યો નહોતો. ભારત સામે મેચમાં પણ તે ઝીરો રન પર આઉટ થઇ ગયો હતો.