નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન અને હોનહાર ક્રિકેટર ગ્રીમ સ્મિથને ખાસ સન્માન મળ્યુ છે. ગ્રીમ સ્મિથને મેરિલબૉન ક્રિકેટ ક્લબ (એમસીસી)ના માનદ સભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યો છે, સ્મિથને આ સિદ્ધિ તેને ક્રિકેટમાં વિશિષ્ટ ઉપલબ્ધિઓ હાંસલ કરવા બદલામાં મળી છે.

ક્રિકેટમાં ગ્રીમ સ્મિથની સિદ્ધી....
સ્મિથ 22 વર્ષની ઉંમરે દક્ષિણ આફ્રિકાના સૌથી યુવા કેપ્ટન બન્યો, અને દેશ માટે કુલ 117 ટેસ્ટ મેચ રમી. પોતાની ટેસ્ટ કેરિયરમાં તેને 48.25ની એવરેજથી 9,265 રન બનાવ્યા છે.



સ્મિથે આ દરમિયાન 27 સદી અને 38 અડધીસદી ફટકારી છે, સ્મિથ પોતાની કેરિયર દરમિયાન સૌથી વધુ રન બનાવનારો દેશનો ત્રીજો ખેલાડી છે.

એમસીસીનો સભ્ય પસંદ થવા પર ગ્રીમ સ્મિથે ટ્વીટ કર્યુ. લખ્યુ- "આ અવિશ્વસનીય સન્માન માટે લૉર્ડ્સ ગ્રાઉન્ડ અને એમસીસીને ધન્યવાદ. મારી પાસે ત્યાં બહુજ અદભૂત યાદો છે અને હું ભવિષ્યમાં તમારી સાથે અને વધુ યાદો શેર કરવા માટે ઉત્સાહિત છું."



ગ્રીમ સ્મિથની 2004માં વિઝડન ક્રિકેટર ઓફ ધ ઇયર પસંદ કરવામાં આવ્યો હતો. તેને 2008માં લૉર્ડ્સમાં સદી ફટકારીને લૉર્ડ્સના ઓનર્સ બોર્ડ પર પણ પોતાનુ નામ નોંધાવ્યુ હતું.