નિવૃત્તિ બાદ તેઓ ઇંગ્લેન્ડ શિફ્ટ થઈ ગયા હતા. અહીં તેમણે 15 વર્ષ રહ્યા જ્યાં કોચિંગની સાથે અનેક લીગ મેચમાં પણ રમ્યા હતા. બાદમાં ફરી જમૈકા આગી ગયા હતા અને જમૈકા ક્રિકેટ એસોસિએશનમાં યુથ ડેવલેપમેન્ટ પ્રોગ્રામની સંભાળ રાખતાં હતા. રેગ વેસ્ટઈન્ડિઝ ગયા પછી વેસ્ટઈન્ડિઝ ક્રિકેટ બોર્ડના ડાયરેક્ટર ઓફ કોચિંગ પણ બન્યા હતા.
રેગ સ્કાર્લેટના નિધનના સમાચાર પર વેસ્ટઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે શોક વ્યક્ત કર્યો છે. ક્રિકેટ વેસ્ટઈન્ડિઝના અધ્યક્ષ રિકી સ્કેરિટે કહ્યું, રેગ એક નિષ્ઠાવાન વ્યક્તિ હતા, જેમણે ઈંગ્લેન્ડમાં રહેવા છતાં પણ વેસ્ટઈન્ડિઝ ક્રિકેટને પ્રેમ કર્યો. તેમણે નિસ્વાર્થ ભાવથી મેદાન પર અને મેદાનની બહાર સેવા આપી છે.