નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ઓક્ટોબર 2019થી સપ્ટેમ્બર 2020 સુધી ખેલાડીઓના વાર્ષિક કોન્ટ્રાક્ટનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ધોનીનો એક પણ ગ્રેડમાં સમાવેશ કરવામાં આવ્યો નથી, જે બાદ તની કરિયરનો  અંત આવી ગયો હોવાનું નક્કી થઈ ગયું છે. BCCI દ્વારા A+, A, B અને C એમ ચાર કેટેગરીમાં મળી કુલ 27 ખેલાડીનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.

વાંચોઃ પાકિસ્તાન પાસેથી છીનવાઈ એશિયા કપની યજમાની, ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનમાં રમવાનો કર્યો હતો ઈનકાર

જેમાં એ પ્લસ કેટેગરીમાં 3, એ કેટેગરીમાં 11, બી કેટગરીમાં 5 અને સી કેટેગરીમાં 8 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીસીસીઆઈના કોન્ટ્રાક્ટમાં ગુજરાતના ચાર ક્રિકેટરોને પણ સ્થાન મળ્યું છે. જેમાં ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ચેતેશ્વર, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા તથા જસપ્રીત બુમરાહનો સમાવેશ થાય છે.


અમદાવાદના  ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનો A+, ટેસ્ટ નિષ્ણાંત બેટ્સમેન ચેતેશ્વર પૂજારા તથા સૌરાષ્ટ્રના સ્પિન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો A અને બરોડાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનો B કેટેગરીમાં સમાવેશ કરાયો છે.

વાંચોઃ  રાજકોટમાં વિજય રૂપાણી નીહાળશે ભારત-ઓસ્ટ્રેલિયા મુકાબલો, પાણીની બોટલ પણ નહીં લઈ શકાય અંદર, જાણો વિગત

કયા ગ્રેડમાં કેટલા મળે છે ક્રિકેટરોને રૂપિયા.....
ગ્રેડ A+ - 7 કરોડ રૂપિયા
ગ્રેડ A - 5 કરોડ રૂપિયા
ગ્રેડ B - 3 કરોડ રૂપિયા
ગ્રેડ C - 1 કરોડ રૂપિયા

વાંચોઃ INDvAUS: રાજકોટ વન ડે પહેલા ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ફટકો, આ ખેલાડી થયો બહાર