આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019 દરમિયાન ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને બેટ્સમેન રોહિત શર્મા પણ આ ચાહકને મળવા માટે સ્પેશિયલ આવ્યાં હતાં. 87 વર્ષના ચારુલતા પટેલ તિરંગો લહેરાવતા અને સીટી વગાડતા જોવા મળ્યાં હતાં. તેમનો આ જુસ્સો જોઈને ક્રિકેટપ્રેમીઓ પણ ગેલમાં આવી ગયાં હતાં અને તેમણે આ દાદીમાને બીરદાવ્યા હતાં.
વડાપ્રધાન, વિરાટ કોહલી, ઉદ્યોગપતિ મહિન્દ્રા, રણવીરસિંહ, અનુષ્કમા શર્મા, બોમન ઈરાની સહિત અનેક દિગ્ગજોએ ચારુલતા પટેલની તસવીર શેર કરી હતી. 87 વર્ષીય ચારૂલત્તાન પટેલ ચરોતરના પેટલાદના સુણાવના રહેવાસી હતા. લંડનના ક્રોયડનમાં રહેતાં ચારૂલતાબહેન પટેલનો પુત્ર યોગીનભાઇ પટેલ વિદ્યાનગરમાં રહે છે. યોગીનભાઈએ વર્લ્ડકપ 2019 દરમિયાન જણાવ્યું હતું કે, દસ વર્ષ પહેલા થાપાનું હાડકું તુટી ગયું હોવાથી તેઓ વ્હીલચેરમાં ફરે છે. છતાં તેઓ ઇગ્લેન્ડના તમામ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ જોવા માટે જાય છે. બર્મિંગહામમાં ટીમ ઇન્ડિયાને જોશ પુરૂપાડવા માટે લંડનથી રાત્રે 12 કલાકે કારમાં બેસીને પાંચ કલાકની મુસાફરી કરીને પહોચી ગયાં હતાં.
કેપ્ટન વિરાટ કોહલી પેવેલિયનમાં બેસીને મેચ નિહાળતો હતો ત્યારે લાઇવ ટેલિકાસ્ટ દરમિયાન પીપુડુ વગાડીને ટીમ ઇન્ડિયાનો જુસ્સો વધારી રહેલા ચારૂલતાબેનને સ્ક્રીન પર જોયા હતાં. આથી કોહલી તેમની પાસે આવ્યો હતો. તેમની સાથે વાતો કરી હતી. ત્યારે ચારૂલતાબેને માથા પર હાથ મુકીને ભારતીય ટીમ વર્લ્ડકપ જીતે તેવા આર્શીવાદ આપ્યાં હતાં.
વર્લ્ડકપ દરમિયાન 87 વર્ષના ચારુલતા પટેલ વ્હીલચેરમાં બેસીને ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા આવ્યા ત્યારે કહ્યું હતું કે, હું ઘણા વર્ષોથી ક્રિકેટ જોતી આવી છં. પહેલા હું આફ્રિકામાં હતી ત્યારે ટીવી પર મેચ નીહાળતી હતી પરંતુ હવે રિટાયર્ડ છું અને તેથી અહીં જોવા આવી છું. 1983માં કપિલ દેવે વર્લ્ડકપ જીત્યો ત્યારે હું પણ ત્યાં હતી. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)
ઈમામની ‘પત્ની’ નીકળી પુરુષ, લગ્નના બે અઠવાડિયા બાદ આ રીતે થયો ખુલાસો, જાણો વિગતે
ઈન્દિરા ગાંધી પર સંજય રાઉતના નિવેદન બાદ કોંગ્રેસે કહ્યું- પૂરાવા આપો, ભાજપે કહ્યું- કોંગ્રેસ-અંડરવર્લ્ડનો જૂનો સંબંધ
INDvAUS: રાજકોટ વન ડે પહેલા ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ફટકો, આ ખેલાડી થયો બહાર