નવી દિલ્લી : ક્શમીરમાં થયેલા ઉરી હુમલા બાદ ફરિ એક વાર પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાને લઈને સખત વિરોધ થઈ રહ્યો છે. ટીમ ઈંન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન ગાંગુલીએ પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાને લઈને વિરોધ વ્યક્ત કર્યો હતો. પૂર્વ કેપ્ટન ગાંગુલીએ એક ટીવી શો માં કહ્યું “આતંકવાદ એક ગંભીર મુદ્દો છે અને જ્યારે બોર્ડર પર જવાન શહીદ થઈ રહ્યા છે ત્યારે પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાને લઈને વિચાર પણ ન કરવો જોઈએ’.
આ પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે આવા સંજોગોમાં પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાનો વિચાર સુદ્ધાં ન કરી શકાય. બીસીસીઆઈએ કહ્યું હતું કે, ભારત કોઈ પણ સમયે પાકિસ્તાનને તબાહ કરી શકે છે, પરંતુ એ પહેલા વૈશ્ર્વિક સ્તર પર તેને અલગ કરવું જરૂરી છે.