IPL: સુર્ય કુમાર એક સમયે ગૌતમ ગંભીરની કપ્તાનીમાં ખેલા કરતો હતો. ગૌતમ ગંભીરે સ્વીકાર કર્યો છે કે, એક કેપ્ટન હોવા છતાં તે સૂર્ય કુમાર માટે શુ ન કરી શક્યાં.
સૂર્ય કુમાર યાદવ વર્તમાન સમયમાં ઇન્ડિયન પ્રિમિયર લીદના સૌથી બેસ્ટ પ્લેયર છે. સૂર્યકુમાર યાદવ ટીમ ઇન્ડયાનો મહત્વનો હિસ્સો બની ચૂક્યાં છે. આઇપીએલમાં સૂર્યકુમાર યાદવના કેપ્ટન રહી ચૂકેલા પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને એક વાતનો રંજ છે. ગંભીરે કહ્યું કે, તેમને પોતાની કેપ્ટશીમાં સૂર્યકુમારને ત્રીજા નંબરના બેટસમેન તરીકે રમવાનો મોકો ન રંજ છે.
ગંભીરે કહ્યું કે, સૂર્યકુમાર રમતના સૌથી નાના પ્રારૂપમાં મુંબઇ ઇન્ડિયન અને ભારત માટે મુખ્ય આધાર બની ગયો છે. સૂર્ય કુમારે મુંબઇ ઇન્ડિયન્સ માટે રમતા ગત ત્રણ સિઝનમાં 400થી વધુ સ્કોર કર્યો છે. આઇપીએલમાં સતત સારા પ્રદર્શનના કારણે સૂર્યકુમાર ટીમ ઇન્ડિયાનો હિસ્સો બનવામાં સફળ રહ્યાં.
ગંભીરે સૂર્ય કુમારને ત્રીજા નંબરના બેટસમેન તરીકે ન રમવા ન દેવાનું કારણ પણ જણાવ્યું છે. ગંભીરે કહ્યું કે, “મને બસ આ વાતનો અફસોસ છે કે,મેં સૂર્ય કુમારને ત્રીજા નંબર પર ન રમવા દીધો. મનીષ પાંડે અન યુસૂફ પઠાણ જેવા ખેલાડી હતા તેથી મે તેને હંમેશા ફિનિશરના તરીકે ઉપયોગ કર્યો. બહુ બધા ખેલાડી એક ફ્રેન્ચાઇઝીથી બીજી ફ્રેન્ચાઇઝીમાં જાય છે.
નંબર ત્રણનું સ્થાન મળ્યું
ગંભીર તે પણ માને છે કે, “4 વર્ષ સુધી કેકેઆરે સૂર્યકુમાર યાદવને તૈયાર કરવા માટે મુખ્ય ભૂમિકા અદા કરી છે. તેમણે કહ્યું કે, તે જ છે જેમને અમને 4 વર્ષ સુધી તૈયાર કરી અને ત્યારબાદ તેને જવા દીધો. હવે તે તેની કરિયરની ચરમ પર છે. કારણ કે અમે તેમને આ સ્થાન ન આપી શકાય”.
સૂર્ય કુમારને 2012માં તેમના કરિયરની શરૂઆત મુંબઇ ઇન્ડિયન સાથે કરી હતી. ત્યારબાદ તેઓ કેકઆરમાં શિફ્ટ થઇ ગયા હતા. જો કે મુંબઇ ઇન્ડિયન્સ ફરી તેને તેમની ટીમમાં લાવવામાં સફળ રહ્યું.