ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ જોવા મળશે. હવામાન વિભાગે આ આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર આગામી 5 દિવસ પૂરા ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસશે. જો કે, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના અમૂક જિલ્લામાં ભારે વરસાદ વરસશે.
હવામાન વિભાગના મતે રાજસ્થાન પર સર્જાયેલા સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. 27 અને 28 સપ્ટેમ્બરે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસશે. હવામાન વિભાગનું કહેવું છે કે સૌરાષ્ટ્ર-કચ્છમાં હવે નથી રહી વરસાદની ઘટ. ઉત્તર ગુજરાતમાં હજુ વરસાદ થોડો ઓછો છે. આગામી દિવસોમાં આ ઘટ પણ પૂર્ણ થઈ જશે.
ગુજરાતમાં અત્યાર સુધી આ સીઝનમાં 80 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી 90 ટકા વરસી ચૂક્યો છે વરસાદ. રાજ્યના 56 ડેમ છલોછલ ભરાઈ ચૂક્યા છે. હાલ રાજ્યના 83 ડેમ હાઈ એલર્ટ પર છે. તો 12 ડેમ એલર્ટ પર છે.
ભરૂચમાં બાઈક તણાઈ
ભરૂચમાં ભારે વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે..ફૂર્જા અને લંડન બજાર વિસ્તારમાં પાણી ભરાયા છે. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પરથી જાણે નદીઓ વહેતી હોય દેવા દ્રશ્યો જોવા મળ્યા ચે. પાણીનો પ્રવાહ એટલો બધો છે કે એક બાઈક પાણીમાં તણાઈ હતી. પાણીમાં તણાતી બાઈક બે લોકો તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બાઈક રોકાતી નથી અને પાણીની પ્રવાહમાં વહેવા લાગે છે. ત્યારે સામેથી આવતા એક વ્યક્તિ બાઈકને પકડને સામેની તરફ લઈ જાય છે.
કચ્છમાં વરસાદ
કચ્છ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. સરહદી વિસ્તાર ખાવડામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે નદીમાં પાણીની આવક થઈ છે. નદી બે કાંઠે વહેતા અમુક રસ્તા પર પાણી ફરી વળ્યા છે. ખાવડાથી ભુજના રસ્તા પર પાણી ભરાયા છે. જેના કારણે રસ્તો બંધ કરવાની ફરજ પડી છે. ભુજ-નખત્રાણા-લખપત ધોરીમાર્ગ પાણી ભરાવાના કારણે ટ્રાફિક ખોરવાયો નગરની અંદરથી પસાર થતા માર્ગો પર પણ પાણી ફરી વળ્યા છે.
કચ્છ જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 77.82 ટકા વરસાદ વરસી ચુક્યો છે. અબડાસામાં સિઝનનો 67.35 ટકા, અંજારમાં સિઝનનો 121.13 ટકા, ભચાઉમાં સિઝનનો 75.06 ટકા, ભુજમાં 96.01 ટકા, ગાંધીધામમાં 86.08 ટકા, લખપતમાં સિઝનનો 42.89 ટકા માંડવીમાં સિઝનનો 69.18 ટકા, મુંદ્રામાં 72.66 ટકા, નખત્રાણામાં સિઝનનો 77.61 ટકા વરસાદ વરસી ચુક્યો છે.