સેહવાગ સાથે પૃથ્વી શોની તુલના કરવા પર ભડક્યો આ ભારતીય ક્રિકેટર, જાણો શું કહ્યું....
આગળ ગંભીરે જણાવ્યું કે, પૃથ્વી અલગ પ્રિતભાનો ખેલાડી છે અને સેહવાગની પોતાની ક્વોલિટી છે. હજુ પૃથ્વીએ પોતાની કારકિર્દી શરૂ જ કરી છે જ્યારે સેહવાગે ભારત માટે 100 ટેસ્ટ રમી ચૂક્યા છે. પૃથ્વી ચોક્સસ પ્રભાવશાળી છે અને તેણે પોતાની ટેસ્ટ કારકિર્દીની શૂઆત ખૂબ સારી રીતે કરી છે પરંતુ તેના માટે આગળ હજુ ઘણાં મોટા પડકારો છે જેનો તેને સામનો કરવાનો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગંભીરે બુધવારે એક કાર્યક્રમ બાદ કહ્યું કે, જે પણ પૃથ્વી અને સેહવાગની તુલના કરી રહ્યા છે તેને આવું કરતા પહેલા બે વખત વિચારવું જોઈએ. છેવટે તો તમારે કોઈની કોઈ સાથે તુલના ન કરવી જોઈએ. પૃથ્વીએ હજુ પોતાની કારકિર્દીની શરૂઆત કરી છે અને તેને લાંબી સફર કાપવાની છે. હું ક્યારેય તુલનામાં વિશ્વાસ કરતો નથી.
નવી દિલ્હીઃ ડેબ્યૂ ટેસ્ટમાં સેન્ચુરી ફટકાર્યા બાદ પૃથ્વી શોના બધા વખાણ કરી રહ્યા છે. અનેક ક્રિકેટ પ્રશંસક તો શોની તુલના વીરેન્દ્ર સેહવાગ સાથે કરી રહ્યા છે. પરંતુ તેના પૂર્વ સાથી અને ભારતીય ટીમમાંથી બહાર ચાલી રહેલ ગૌતમ ગંભીરે કહ્યું કે, બન્નેની તુલના કરતાં પહેલા લોકોએ બે વખત વિચારવું જોઈએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -